Video: પાકિસ્તાનમાં મોઘવારીને કારણે ભૂખમરાની પરિસ્થિતી, ત્રણ દિવસથી ભૂખ્યો વ્યક્તિ માથુ પકડીને રોવા લાગ્યો

Video: પાકિસ્તાનમાં મોઘવારીને કારણે ભૂખમરાની પરિસ્થિતી, ત્રણ દિવસથી ભૂખ્યો વ્યક્તિ માથુ પકડીને રોવા લાગ્યો

ઇસ્લામાબાદ, તા.14 ઓક્ટોબર 2020, બુધવાર

ભારત સાથે યુધ્ધમાં ઉતરવાની બડાશો હાંકતા પાકિસ્તાનના મંત્રીઓને દેશમાં લોટની સર્જાયેલી અછત દેખાઈ રહી નથી અથવા તો લોકોને લોટ પૂરો પાડવામાં ઈમરાનખાન સરકાર નિષ્ફળ રહી છે તેમ લાગી રહ્યુ છે.

પાકિસ્તાનમાં લોટના ભાવમાં ભારે ભડકો થયો છે.દેશના સંખ્યાબંધ હિસ્સામાં લોટ 75 રુપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યો છે.સિંધ સહિતના કેટલાક પ્રાંતમાં તો પૈસા આપ્યા પછી પણ લોટ નથી મળી રહ્યો.લોકો લોટની દુકાનો પર લાંબી કતારો લગાવીને ઉભેલા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

એપ પાકિસ્તાની નાગરિક તો ત્રણ દિવસ પછી પણ લોટ નહીં મળતા એટલો દુખી થઈ ગયો હતો કે, જાહેરમાં જ રોકકળ કરવા માંડ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, મારા બાળકો ભૂખ્યા છે અને મને દોડધામ કર્યા પછી પણ લોટ મળી રહ્યો નથી.દેશમાં લોટની તંગીના પગલે સરકાર સામે હવે વિરોધ પ્રદર્શનો શરુ થવાના ભણકારા વાગી રહ્યા છે.જેના પગલે હરકતમાં આવેલી પાકિસ્તાન સરકારે જીવન જરુરિયાતની વસ્તુઓ યોગ્ય ભાવે લોકો સુધી પહોંચે તે માટે એક યોજના બનાવી  છે.

દરમિયાન કેન્દ્રની ઈમરાનખાન સરકારે આ સંકટ માટે સિંધ પ્રાંતની સરકારને જવાબદાર ઠેરવી છે.સરકારે કહ્યુ છે કે, લોટ મોંઘો થવાના કારણે એક રોટલની કિંમત 15 રુપિયા થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here