TRB જવાનની દાદાગીરીના વિડીયોમાં આદિવાસી સમાજ વિરૂધ્ધ અભદ્ર પોસ્ટ

TRB જવાનની દાદાગીરીના વિડીયોમાં આદિવાસી સમાજ વિરૂધ્ધ અભદ્ર પોસ્ટ


સુરત તા. 21 નવેમ્બર 2020 શનિવાર
સોશિયલ મિડીયા પર ટીઆરબી જવાનની દાદાગીરીવાળા વિડીયોમાં અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટને પગલે આદિવાસી સમાજની લાગણી દુભાતા મામલો કતારગામ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને આદિવાસી સમાજને અપમાનિત કરતી પોસ્ટ કરનાર ફેસબુક આઇડી ધારક વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં ફેસબુક પર ડીજે પંકજ નામના આઇડી ધારકે ટીઆરબી જવાનની દાદાગીરીવાળો એક વિડીયો અપલોડ કર્યો હતો અને લખ્યું હતું કે ફરી જોવા મળી ટીઆરબી જવાનની દાદાગીરી. ડીજે પંકજે અપલોડ કરેલા વિડીયોમાં હરપાલસિંહ અને જતીન શાહ નામના આઇડી ધારકે આદિવાસી સમાજને અપમાનિત કરતા અપશબ્દો અને સમાજ પ્રત્યે પૂર્વગ્રહ રાખી અભદ્ર ભાષાપ્રયોગ કરતી કોમેન્ટ લખવામાં આવી હતી. જેને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આદિવાસી સમાજને અપમાનિત કરતા શબ્દોને પગલે જ્ઞાતિવાદ ઉભો થાય અને દુશ્મનાવટ થાય તેવી પોસ્ટને પગલે સમાજના લોકોના વ્હોટ્સ અપ ગૃપમાં સમાજ પ્રત્યે પૂર્વગ્રહ રાખી અભદ્ર ભાષાપ્રયોગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરતા મેસેજ ફરતા થયા હતા.


જેને પગલે નિવૃત સરકારી કર્મચારી એવા સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય સુરત શહેરના મંત્રી કાંતિલાલ ફુલજીભાઇ કુન્બી (ઉ.વ. 62 રહે. 37, એસ.કે. પાર્ક, ઇચ્છાનાથ મંદિર પાસે, ઉમરા) એ ફેસબુક પર સમાજ પ્રત્યે પૂર્વગ્રહ રાખી અપમાનિત કોમેન્ટ કરનાર આઇડી ધારકો વિરૂધ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here