RBI લક્ષ્મી વિલાસ બેન્કના ડીબીએસ સાથેના જોડાણમાં પીછેહઠ નહીં કરે

RBI લક્ષ્મી વિલાસ બેન્કના ડીબીએસ સાથેના જોડાણમાં પીછેહઠ નહીં કરે

મુંબઈ, તા. 20 નવેમ્બર 2020, શુક્રવાર

લક્ષ્મી વિલાસ બેન્કના હિસ્સેદારોના વિરોધ છતાં રિઝર્વ બેન્ક ડીબીએસ ઈન્ડિયા સાથે લક્ષ્મી વિલાસ બેન્કના જોડાણ કરવાની પોતાની યોજનામાં  કોઈ પીછેહઠ નહીં કરે. 

લક્ષ્મી વિલાસ બેન્કની મૂડીના ધોવાણ તથા કુલ લોન્સમાંથી ૨૫ ટકાના બેડ લોન્સમાં રૂપાંતરને જોતા રિઝર્વ બેન્ક પાસે  આ મુદ્દે હાલમાં અન્ય કોઈ વિકલ્પ જણાતો નથી એમ બેન્કિંગ ક્ષેત્રના એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

દરેક વિકલ્પો તપાસ્યા બાદ જ રિઝર્વ બેન્કે આ મર્જરનો આ નિર્ણય લીધો છે. લક્ષ્મી વિલાસ બેન્કને મોરેટોરિઅમમાં મૂકવા પહેલા અને ડીબીએસ ઈન્ડિયા સાથે મર્જરની દરખાસ્ત જાહેર કરવા પહેલા રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેન્કની મેજેમેન્ટને યોગ્ય યોજના સાથે આગળ આવવા પૂરતો સમય આપ્યો હતો પરંતુ બેન્ક મેનેજમેન્ટ કોઈ માર્ગ શોધવામાં નિષ્ફળ રહી હતી.

લક્ષ્મી વિલાસ બેન્કના  ઈક્વિટી રોકાણકારોએ  મર્જર બાદ ઊભી થનારી નવી કંપનીમાં પોતાને હિસ્સો પૂરો પાડ વળતર આપવાની માગણી કરી છે. પોતોના ઈન્વેસ્ટમેન્ટનું થોડુંઘણું મૂલ્ય પણ નહીં મળે તો કોર્ટમાં જવાની રોકાણકારોએ ચીમકી આપી છે. 

દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેન્કને વિદેશી બેન્ક સાથે તેના મર્જર કરવાનું વધુ મુનાસિબ માન્યું હોવાનું અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું.

લક્ષ્મી વિલાસ બેન્કને કોઈ જાહેર ક્ષેત્રની બેન્કમાં ભેળવી દેવાની માગણીને સંતોષવામાં આવી નથી એમ ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ ‘ એસોસિએશન (એઆઈબીઈએ) દ્વારા  દાવો કરાયો હતો.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here