MIvsKKR: ડિકોકની વિસ્ફોટક ઈનિંગની મદદથી મુંબઈએ કલકત્તાને 8 વિકેટથી આપ્યો પરાજય

MIvsKKR: ડિકોકની વિસ્ફોટક ઈનિંગની મદદથી મુંબઈએ કલકત્તાને 8 વિકેટથી આપ્યો પરાજય

નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર 2020, શુક્રવાર

મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે અબુધાબીમાં રમાયેલી IPL 2020ની 32મી મેચમાં ટૉસ જીતીને પહેલી બેટિંગ માટે ઉતરેલી કલકત્તાની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુંકસાન પર 148 રન બનાવ્યા અને મુંબઈને 149 રનનો લક્ષ્ય આપ્યો. ટોસ જીતીને બેટિંગ કરતા કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી.

61 રનમાં કલકત્તાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જે બાદ ઓઇન મોર્ગન અને પેટ કમિન્સ બાજી સંભાળતા 87 રનની ભાગીદારી નોંધાવી. પેટ કમિન્સે 36 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. જ્યારે મોર્ગને 29 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં 149 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈને ટીમને રોહિત શર્મા અને કવિન્ટન ડી કોકે સારી શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે 94 રનની ભાગીદારી નોંધાઈ હતી.

મુંબઈએ 16.5 ઓવરમાં જ 149/2 રન બનાવી જીત મેળવી લીધી. મુંબઈની આ 8મી મેચ હતી અને આ સતત પાંચમી જીત હતી. મુંબઈ 12 પોઈન્ટ સાથે સારી રન રેટના આધાર પર પોઈન્ટ ટેબલ પર શિર્ષ સ્થાન પર છે. દિલ્હી હવે બીજા ક્રમ પર ખસી ગઈ છે. કલકત્તાની પણ આ આઠમી મેચ હતી અને તેની આ ચોથી હાર છે. પોઈન્ટ ટેબલ પર કલકત્તા ચોથા સ્થાને છે.

149 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમને રોહિત શર્મા અને ક્વિંટન ડિકોકે સારી શરૂઆત આપી. બંન્નેએ 10.3 ઓવરમાં 94 રન બનાવ્યા. રોહિતે 35 રન બનાવ્યા. જે બાદ સુર્યકુમાર યાદવે 10 રન બનાવ્યા. આ સિવાય ડિકોકે અણનમ 78 અને હાર્દિક પંડ્યા અણનમ 21 રન બનાવ્યા અને ટીમને જીત સુધી પહોંચાડી.

ટોસ જીતીને બેટિંગ કરતા કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. 61 રનમાં કલકત્તાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. કલકત્ત તરફથી ઓઇન મોર્ગન અને પેટ કમિન્સ બાજી સંભાળતા 87 રનની ભાગીદારી નોંધાવી હતી જેમાં ઈયોન મોર્ગનના અણનણ 39 અને પેંટ કમિંસના અણનમ 53 રનની મદદથી કલકત્તાએ 148/5 રન બનાવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here