IPL: કાર્તિકે છોડી KKRની કેપ્ટનશિપ, મોર્ગન નવો કેપ્ટન

IPL: કાર્તિકે છોડી KKRની કેપ્ટનશિપ, મોર્ગન નવો કેપ્ટન

નવી દિલ્હી, તા.16 ઓક્ટોબર 2020, શુક્રવાર 

આઈપીએલમાં દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશિપ ચાલુ ટુર્નામેન્ટે જ છોડી દીધી છે અને હવે ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન અને કેકેઆરના પ્લેયર ઈયોન મોર્ગનને કેપ્ટનશિપ સોંપી દીધી છે.

વર્તમાન ટુર્નામેન્ટમાં કેપ્ટન અને પ્લેયર તરીકે કાર્તિકનુ પ્રદર્શન ખાસ રહ્યુ નથી ત્યારે હવે અધવચ્ચે કેપ્ટનશિપ છોડવાના મુદ્દે અટકળો પણ શરુ થઈ છે.એવુ પણ મનાઈ રહ્યુ છે કે, ટીમ મેનેજમેન્ટે તેને કેપ્ટનશિપ છોડવાની ફરજ પાડી છે.હાલમાં કેકેઆર પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે અને છેલ્લી પાંચ મેચમાંથી બે હારી ગઈ છે.મોર્ગન પહેલી વખત કેકેઆરની કેપ્ટનશિપ કરશે.

આ પહેલા ગૌતમ ગંભીરે પણ ચાલુ ટુર્નામેન્ટે કેપ્ટનશિપ છોડી દીધી હતી.હવે આ જ પ્રકારની સ્થિતિ દિનેશ કાર્તિક સાથે પણ સર્જાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here