Gujarat Corona Cases: આજે 583 નવા કેસ 4 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 4354

ગાંધીનગર, 13 જાન્યુઆરી 2021 બુધવાર

ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં દિનપ્રતિદિન આવી રહેલો ઘટાડો સરકાર અને લોકો માટે રાહતકારક છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 583 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન વધુ 4 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 4354 થયો છે, છેલ્લા 24 કલાકમાં 792 દર્દીઓ સાજા થયા છે. 

ગુજરાતમાં આજે કોરોનાથી મોતને ભેટેલા 4 દર્દીઓમાં, અમદાવાદ શહેરમાં વધુ 2 દર્દીઓના મૃત્યુ થયા છે. પંચમહાલમાં 1 અને સુરત શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 4354 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાના કેસોની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશન 111, સુરત કોર્પોરેશન 85, વડોદરા કોર્પોરેશન 81, રાજકોટ કોર્પોરેશન 66, વડોદરા 26, રાજકોટ 18, આણંદ 16, સુરત 13, જામનગર કોર્પોરેશન 12, કચ્છ 12, મહેસાણા 12, અમરેલી 10, ભાવનગર કોર્પોરેશન 9, ખેડા 9, ગાંધીનગર 8, ગાંધીનગર કોર્પોરેશન 8, જુનાગઢ 8, જુનાગઢ કોર્પોરેશન 8, મોરબી 6, સાબરકાંઠા 6, અમદાવાદ 5, બનાસકાંઠા 5, ભરૂચ 5, ગીર સોમનાથ 5, જામનગર 5, સુરેન્દ્રનગર 5, દેવભૂમિ દ્વારકા 4, નર્મદા 4, પંચમહાલ 4, ભાવનગર 2, છોટા ઉદેપુર 2, દાહોદ 2, ડાંગ 2, પાટણ 2, તાપી 2, અરવલ્લી 1, મહીસાગર 1, નવસારી 1, પોરબંદર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7226 છે, જેમાં 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી2,42,164 લોકો સાજા થયા છે. ગુજરાતમાં હજુ 4,77,229 લોકો ક્વોરેન્ટાઈન છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 95.44 ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here