EMIમાં કોઇ રાહત નહીં, રિઝર્વ બેંકે કરેલી સ્પષ્ટતા, રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી

EMIમાં કોઇ રાહત નહીં, રિઝર્વ બેંકે કરેલી સ્પષ્ટતા, રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી

– છેલ્લા ત્રિમાસિકમાં જીડીપી પોઝિટિવ થઇ જવાની આશા વ્યક્ત કરી

નવી દિલ્હી તા.10 ઓક્ટોબર 2020 શુક્રવાર

રિઝર્વ બેંકે તહેવારોની આવી રહેલી સીઝનમાં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટિની બેઠકનાં પરિણામો આવી ગયાં હતાં. રિઝર્વ બેંકે EMIમાં કોઇ રાહત નહીં મળે એવી સ્પષ્ટતા કરી હતી. 

ચાલુ વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ પોઝિટિવ થવાની આશા પણ વ્યક્ત કરાઇ હતી. રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસે કહ્યું હતું કે તમામ ક્ષેત્રોમાં ગ્રોથ નજરે પડી રહ્યો હતો. હવે કોરોનાને રોકવાની સાથોસાથ રિવાઇવલ (પુનર્ગઠન) પર ફોક્સ મૂકવામાં આવ્યું હતું.

રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્ય નહોતો. એટલે કે રેપો રેટ ચાર ટકા પર જ હતો. આવી રહેલી તહેવારોની સીઝનાં રેપો રેટમાં કાતર ચલાવાશે એનું જાણકારોનુ્ં અનુમાન હતું. પરંતુ રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયા નહોતા. આ પહેલાં ઑગષ્ટમાં મોનેટરી પોલિસી કમિટિની બેઠકમાં પણ રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયો નહોતો.

જો કે એ પહેલાંની બે બેઠકોમાં એમપીસીએ રેપો રેટમાં ટ1.15 ટકાનો કાપ જાહેર કર્યો હતો. હાલ રેપો રેટ ચાર ટકા છે અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. અત્યાર પહેલાં રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટિની બેઠક 28 મી સપ્ટેંબરે યોજવાની જાહેરાત કરી હતી. પરંતુ સમિતિના સભ્યોની નિયુક્તિ કરવાની બાકી હોવાથી બેઠક લંબાઇ ગઇ હતી.

હવે ત્રણ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓની નિમણૂક થઇ ચૂકી હતી. એ ત્રણનાં નામ આ પ્રમાણે હતા અશિમા ગોયલ, જયંત આર વર્મા અને શશાંક ભીડે. ચેતન ઘાટે, પામી દુઆ અને રવીન્દ્ર ધોળકિયાની મુદત સપ્ટેંબરમાં પૂરી થતાં આ ત્રણ નવા સભ્યોની નિમણૂક કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here