Coronavirus: આજે 1091 નવા કેસ, 9 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 3638

Coronavirus: આજે 1091 નવા કેસ, 9 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 3638

ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020 રવિવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ સંખ્યાની દ્રષ્ટીએ ઘટી રહ્યું હોય તેવું જણાય છે પણ ગામડામાં અને નાના શહેરોમાં વધતા કેસ ચિંતાનો વિષય બન્યો છે આજે રાજ્યમાં 1091 કોરોના કેસ નોંધાયા. અને વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3638 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 14,436 એક્ટિવ કેસ છે, જેની સામે 1233 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે, જ્યારે 1,41,652 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો વળી 74 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,362 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,59,726 પર પહોંચી છે.

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાનાં કારણે મોતને ભેટેલા દર્દીઓની વિગત આ પ્રમાણે છે જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોના મોત થયા હતા.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસ જોઇએ તો સુરત કોર્પોરેશનમાં 173, અમદાવાદ કોર્પોરેશનમાં 167, રાજકોટ કોર્પોરેશનમાં 71, વડોદરા કોર્પોરેશનમાં 76, સુરતમાં 66, જામનગર કોર્પોરેશનમાં 58, વડોદરામાં 43, મહેસાણામાં 38, રાજકોટમાં 36, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, જામનગરમાં 26, સુરેન્દ્રનગરમાં 21, સાબરકાંઠામાં 20, અમરેલી અને ગાંધીનગરમાં 19-19, જુનાગઢ અને પાટણમાં 18-18 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કુલ 1233 દર્દી સાજા થયા હતા અને 52,141 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 53,74,429  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 88.68 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 5,48,346 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,48,049 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 288 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here