67 વર્ષમાં પહેલીવાર અમેરિકામાં કોઇ મહિલાને મોતની સજા: ગુનો સાંભળી રૂંવાડા ઉભા થઇ જશે

(Image Credit : Daily Mail)

વૉશિંગ્ટન, તા. 13 જાન્યુઆરી 2020, બુધવાર

અમેરિકામાં માનલતાને શર્મસાર કરતા ગુનામાં આરોપી મહિલાને મોતની સજા આપી છે. અમેરિકામાં લગભગ 67 વર્ષમાં પહેલીવાર, કોર્ટે કોઈ મહિલા કેદીને ફાંસીની સજા પર અંતિમ સ્ટે મુક્યો છે, જેને 12 જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવવાની હતી. કોર્ટે કહ્યું કે મહિલાની માનસિક સ્થિતિ નક્કી કરવાની જરૂર છે. મહિલાએ ખૂબ ક્રૂર અથવા ઘોર ગુનો કર્યો હતો અને આ પછી કોર્ટે તેને મોતની સજા ફટકારી હતી.

મહિલા ઉપર શું છે આરોપ
અમેરિકાના કેન્સાસની રહેવાસી લિસા મોન્ટગોમરીએ એક પ્રેગ્નેન્ટ મહિલા ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, તેણે પીડિતાના ગર્ભાશયને છરી વડે કાપ્યુ અને અજન્મેલાં બાળકને લઈને ભાગી ગઈ. લિસા મોન્ટગોમરી 16 ડિસેમ્બર, 2004 ના રોજ, કેન્સાસમાં તેના ફાર્મહાઉસથી 270 કિલોમીટર દૂર, મિસૌરીના સ્કિડમોર ટાઉન પહોંચી. ત્યારબાદ, કૂતરો પાળતી  23 વર્ષીય બોબી જો સ્ટિનેટ સાથે મુલાકાત કરી અને કહ્યું કે તે ગલુડિયું ખરીદવા માંગે છે. આ પછી આરોપી લિસા મોન્ટગોમરી એ બોબી જો સ્ટિનેટનું દોરડા વડે ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, છરી વડે સ્ટિન્ટેટનું પેટ કાપીને, અજન્મેલાં બાળકને બહાર કાઢી ફરાર થઈ ગઈ.

બીજા જ દિવસે પોલીસે ધરપકડ કરી
મીડિયા રિપોર્ટ મુજબ, ઘટનાના બીજા જ દિવસે પોલીસે લિસા મોન્ટગોમરીની ધરપકડ કરી હતી અને ગર્ભાશયમાંથી કાઢેલી બાળકીને બચાવી લીધી હતી. પકડાયા પછી લાંબી સુનાવણી ચાલી અને અદાલતે 2007 માં તેને મૃત્યુની સજા સંભળાવી હતી, જેમાં મહિલાના ગુનાને જઘન્ય ગણાવ્યો હતો.

ગર્ભાશય કાપીને બહાર કાઢવામાં આવેલી યુવતીની 16 વર્ષની થઇ
લિસા મોન્ટગોમરી એ ગર્ભાશયમાંથી ચોરી કરેલી આ બાળકીનું નામ વિક્ટોરિયા છે અને હવે તે 16 વર્ષની છે. આ પહેલાં અમેરિકામાં છેલ્લીવાર 67 વર્ષ પહેલાં વર્ષ 1953માં કોઈ મહિલા કેદીને મોતની સજા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here