36 વર્ષની કાનૂનૂ લડત બાદ ગોધરા સિવીલ કોર્ટે અરજદારની જમીનમાં થયેલા દબાણ દૂર કરાયા

ગોધરા તા.24 ડિસેમ્બર 2020 ગુરૂવાર

ગોધરાના તબીબ પરીવારને કાનૂની લડત લડીયા બાદ આખરે 36 વર્ષ બાદ ન્યાય મળતા પરીવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.ગોધરા સીવીલ કોર્ટે અરજદારની જમીનમાં થયેલી દબાણ પોલીસ બંદોબસ્ત સાથે રાખી દૂર કરવાનો આદેશ જારી કરતા પોલીસે અને પાલિકાની ટીમે ખડેપગે હાજર રહી તબીબની જગ્યામાં થયેલ દબાણને દૂર કરાવ્યું હતું.

ગોધરાના ચાંચરચોક માતાજીના મંદિર નજીક રહેતા તબીબ એમ.એમ.વારીઆ જેઓની માલિકીની જમીન પર લાંબા સમયથી દબાણ હોય જે દબાણ દુર કરાવવાને લઈ તેઓ અંદાજીત 36 વર્ષ સૂધી કોર્ટમાં કાનૂની લડત લડયા બાદ આખરે ગોધરા સીવીલ કોર્ટે દબાણ દૂર કરવા અંગેનો ચુકાદો આપતા આજે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ ધ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

જમીન પર થયેલી દબાણને લઈ અરજદાર લાંબા સમય સુધી કાનૂની લડત લડતા આખરે તેઓએ ન્યાય મેળવ્યો હતો.પાલિકાની ટીમ પોલીસને સાથે રાખી દબાણ દૂર કરવામાં માટે આવી પહોંચતા દબાણકારે સ્વેચ્છાએ દબાણ દૂર કરી લેવાની ખાત્રી આપી હતી.જેને લઈ પોલીસ અને પાલિકાની ટીમ ખડેપગે રહી હતી દબાણ દૂર કરાવતા મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટયા હતા.તબીબની જમીન પર લાંબા સમયથી ગેરેજ સંચાલકનો કબજો હતો.

જેને દૂર કરાવવા માટે કોર્ટે આખરી આદેશ જારી કરતા જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું .લાંબા સમયે કોર્ટ ધ્વારા મળેલા ન્યાય ના પગલે પરીવારજનોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here