ખેડૂત આંદોલનમાં સક્રિય થઈ ચુકેલા ખાલિસ્તાની તત્વોએ પોતાની હાજરીનો વધુ એક પૂરાવો પૂરો પાડ્યો છે.
ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસે એલાન કર્યુ છે કે, જે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખાલિસ્તાનનો ઝંડો ફરકાવશે તેને ઈનામ આપવામાં આવશે.જેના પર કેન્દ્રના મંત્રી કૈલાશ ચૌધરી ભડકી ગયા છે.કૃષિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યુ છે કે, આવો કોઈ પણ પ્રયત્ન કરવામાં આવશે તો તેને દેશદ્રોહ ગણવામાં આવશે.
તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે,26 જાન્યુઆરીએ નિકળનારી રેલીને રદ કરવામાં આવે.આ રેલી નીકળી તો દેશના સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે.જે લોકો એવુ કહી રહ્યા છે કે, 26 જાન્યુઆરીએ ખાલિસ્તાનનો ઝંડો ફરકાવવામાં આવે તેઓ દેશના હિતમાં નથી બોલી રહ્યા.જે ભારત માતાને પ્રેમ કરે છે તે પોતાનુ માથુ ક્યારેય નહીં ઝુકવા દે.જો આવો ઝંડો ફરક્યો તો દેશના સ્વાભિમાન પર ફટકો હશે.
ચૌધરીએ કહ્યુ હતુ કે, ખેડૂત નેતાઓએ સમજવાની જરુર છે કે, આ આંદોલનનો ફાયદો ઉઠાવવા માટે કેટલાક લોકો તેમના ખભે બંદુક મુકીને ચલાવવા માંગી રહયા છે.ભારતના મોટાભાગના ખેડૂતો નવા કાયદાના સમર્થનમાં છે તેવુ ખેડૂતોએ સમજવુ રહ્યુ.