(પીટીઆઈ) પટણા/ગોંડા, તા. ૧૩
બિહારમાં નાલંદા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્પીડી ટ્રાયલ અંતર્ગત ૨૦૧૯ના ગેંગરેપનો કેસ ચાલ્યો હતો. નાલંદા જિલ્લામાં બાળકી પર ગેંગરેપ કરનારા સાત આરોપીઓને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
સપ્ટેમ્બર-૨૦૧૯માં બાળકી પર સાત નરાધમોએ ગેંગરેપ કર્યો હતો અને તેનો વીડિયો બનાવી લીધો હતો. એ કેસની સ્પીડી ટ્રાયલ થઈ હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટે તમામ સાતેય આરોપીઓને એમાં ગુનેગાર ઠેરવ્યા હતા અને આજીવન કારાવાસની સજા આપી હતી. વીડિયો બનાવનારા બે આરોપીઓને વધુ ત્રણ-ત્રણ વર્ષની સજા આપવામાં આવી હતી.
દરમિયાન ઉત્તર પ્રદેશમાં મહિલા પોલીસ કર્મચારીએ સાથી પોલીસ કર્મચારી સામે રેપની ફરિયાદ દાખલ કરી છે. ઉત્તર પ્રદેશના ગોંડામાં મહિલા પોલીસ કોન્સ્ટબલે સાથી પોલીસ કર્મચારી વિરૃદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હોવાનું એસપીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.