૫૮ વર્ષ જુના નહેરુબ્રિજનું રાત્રિના સમયે સમારકામ કરવામાં આવશે


અમદાવાદ,મંગળવાર,12
જાન્યુ,2021

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ઘટયા બાદ હવે સમારકામની
મોસમ અનલોક થઈ છે.શહેરના ૫૮ વર્ષ જુના નહેરુબ્રિજના સમારકામ માટે સોમવારે રાતે ચાર
કલાક માટે મ્યુનિ.દ્વારા નહેરુબ્રિજ બંધ રાખવામાં આવ્યા બાદ હવે રાત્રિના કરફયૂના
સમયે જ બ્રિજ માટે જરૃરી સમારકામ કરવા તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો
છે.ઉપરાંત એલિસબ્રિજ વિસ્તારમાં એમ.જે.લાયબ્રેરી પાસે આવેલા કવિ નાનાલાલ ફલાય
ઓવરબ્રિજ ઉપર મેટ્રોની કામગીરી હાથ ધરવાની હોવાથી ૧૫ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી
સુધી આ ફલાય ઓવરબ્રિજ વાહનવ્યહાર માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં વર્ષ-૧૯૬૨માં કાર્યરત કરવામાં આવેલા ૫૮
વર્ષ જુના નહેરુબ્રિજ પણ અગાઉ સુભાષબ્રિજના કરવામાં આવેલા સમારકામની જેમ સમારકામ
માંગી રહ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારે રાત્રિના સમયે ટેસ્ટના
ભાગરુપે નહેરુબ્રિજ ચાર કલાક માટે બંધ કરી સમારકામની કાર્યવાહી હાથ ધરી જોઈ હતી.આ
અંગે મ્યુનિ.ના ઈજનેર હીતેશ કોન્ટ્રાકટરનો સંપર્ક કરતા તેમણે કહ્યુ
,નહેરુબ્રિજ
દિવસના સમયે બંધ રાખવાની હાલ તંત્રની કોઈ યોજના નથી.માત્ર રાત્રિના કરફયૂના સમય
દરમ્યાન જ તેના ઉપર પડી ગયેલી તિરાડોના સમારકામ ઉપરાંત બેરીંગોના સમારકામને લગતી
કામગીરી હાથ ધરવામાં આવશે.

એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા એલિસબ્રિજ ફલાય ઓવરબ્રિજ પાસે
મેટ્રો રેલ પ્રોજેકટ દ્વારા સેગમેન્ટ એરીકશનની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી
૧૫ થી ૩૦ જાન્યુઆરી સુધી ફલાય ઓવરબ્રિજના પૂર્વ છેડા અને પશ્ચિમ છેડા તરફ
બેરીકેડીંગ કરી વાહન વ્યવહાર માટે બંધ 
રસ્તો બંધ કરવામાં આવશે.જેથી ધુલીયા કોર્ટ સર્કલથી લો-ગાર્ડન તથા જીમખાના
ચાર રસ્તા તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.

વૈકલ્પીક રુટ કયો રહેશે?

એલિસબ્રિજ ફલાય ઓવરબ્રિજ પર મેટ્રો રેલ સંબંધિત થનારી
કામગીરી દરમ્યાન વાહનવ્યવહાર માટે વૈકલ્પીક રુટ જાહેર કરવામાં આવ્યો છે.જે મુજબ
,વિકટોરીયા
ગાર્ડનથી એલિસબ્રિજ ઉપર થઈને ફલાયઓવરનો ઉપયોગ કરી ધુલીયા કોર્ટ સર્કલથી લો-ગાર્ડન
તથા એલિસબ્રિજ જિમખાના ચાર રસ્તા તરફ જતા ટ્રાફિકે એલિસબ્રિજ પાંચ રસ્તાથી માદલપુર
ગરનાળાથી ઈન્દર રેસીડેન્સી ત્રણ રસ્તાથી જમણી તરફ ગુજરાત કોલેજ અને ડાબી તરફ
બ્રિજના સમાંતર સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

જલારામ ક્રોસિંગ રસ્તો બંધ કરાયો

પાલડીના જલારામ મંદિર પાસે મેટ્રો રેલ પ્રોજેકટ તરફથી
અંડરપાસની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના કારણે જલારામ મંદિર પાસેના ક્રોસિંગ
વાળો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.આ રસ્તો કામગીરી પુરી થયા બાદ
ખોલવામાં આવશે એમ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here