૫ગીયાના મુવાડામાં યુવકને ઢોર મારવાના કેસમાં ટોળા સામે રાયોટિંગનો ગુનો

બાયડ,તા, 26 ડિસેમ્બર,
2020, શનિવાર

બાયડ તાલુકાના પગીયાના
મુવાડા ગામે યુવતીના આપઘાત કેસમાં યુવકને ટોળાએ 
ઢોર મારમાર્યો હતો.આ કેસમાં પોલીસે ટોળા સામે રાયોટીંગનો ગુનો દાખલ કરીને
વધુ તપાસ હાથ ધરી છે.

બાયડ તાલુકાના પગીયાના
મુવાડા ગામે પ્રેમ પ્રકરણમાં મનીષા નામની યુવતી ગુમ થતા યુવતીના પરીવારજનોએ અને
ટોળાએ પ્રેમી યુવક  સાવનસિંહ કરસનસિંહ
સોલંકીને ઘર નજીક થાંભલા સાથે દોરડા વડે બાંધી ઢોર – માર મારવાનું શરૂ કર્યા બાદ
યુવતીની લાશ નજીકના કુવામાંથી મળી આવ્યા બાદ યુવકે યુવતીની હત્યાની આંશકા રાખી
ટોળુ બેકાબુ બન્યું હતું. અને યુવક પર ટુડી પડયા હતા સમગ્ર ઘટનાની જાણ સાઠંબા
પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટોળાએ પોલીસ ને પણ બાનમાં લેવાનો પ્રયત્ન
કર્તા બેકાબુ બનતી સ્થિતિના પગલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ને સમગ્ર સ્થિતિ અંગે
જાણ કરતા ડી.વાઈ.એસ.પી. ભરત બસીયા સહિત જીલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો
હતો. ટોળાએ યુવકને ન છોડતા આખરે ડી.વાઈ.એસ.પી. ભરત બસીયા એ હવામાં ત્રણ રાઉન્ડ
ગોળીબાર કરી ટોળાને વિખેરી નાખ્યો હતો અને યુવક ને વાત્રક હોસ્પિટલમાં સારવાર
અર્થે ખસેડી દિધ્યો હતો.

સાઠંબા પોલીસે સાવનસિંહ સોલંકીની
ફરીયાદ ના આધારે યુવતીના પિતા સહિત તેના પરીવારજનો અને સગા સંબધી સામે ગુનો નોંધાવ્યો
હતો. જેમાં વિનુસિંહ સરદારસિંહ સોલંકી
, ચતુરસિંહ સરદારસિંહ સોલંકી, ભરતસિંહ સરદારસિંહ સોલંકી,
સુરજસિંહ વિનુસિંહ સોલંકી, રાહુલ વિનુસિંહ સોલંકી,
ગુલાબસિંહ, તખતસિંહ, લાડુબેન
નામની મહિલા સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

સાઠંબા પી.એસ.આઈ એન.સી.ચૌહાણે
પગીયાના મુવાડા ગામે  પ્રેમ પ્રકરણમાં બંધક
બનાવે યુવક ને છોડવા જતા ટોળાએ પોલીસ ની ફરજમાં રૂકાવટ ઉભી કરી બિભસ્ત  ગાળો બોલી હાથમા મારક હથિયારો અને પથ્થર ધારણ કરી
પોલીસ પર હુમલો કરનાર ટોળા સામે ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here