૧૯૪૧માં આ ક્રિકેટર કોઇ બ્રાંડની જાહેરાત કરનારા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા

લંડન,૧૧,જાન્યુઆરી,૨૦૨૧,સોમવાર 

 ૧૯૩૨માં લોર્ડસમાં એએમસી સામેની પ્રેકટિસ મેચમાં સીકે નાયડુએ ૧૩૦ રનોની ઇનિંગ રમતા અખબારોએ હિંદુ બ્રેડમેન નામ આપ્યું હતું. જો કે હિંદુએ હિંદુસ્તાનના અર્થમાં નહી પરંતુ તેઓે હિંદુ ક્રિકેટ ટીમ વતી રમતા તે સંદર્ભમાં હતું.  ભારતમાં એ સમયે ધર્મ આધારિત ક્રિકેટની ટીમો બનતી હતી. સી કે નાયડુએ મુંૂબઇ જીમખાના અને મદ્રાસ સામેની મેચોમાં હિંદુ ટીમના ખેલાડી તરીકે પેવેલિયનની બહાર સિકસરો ફટકારી હતી. ભારતમાં પ્રથમશ્રેણી ક્રિકેટમાં એટલું ઉત્ત્કૃષ્ટ પ્રદર્શન હતું કે ઇગ્લેન્ડમાં પણ વખાણ થતા હતા.

૧૯૩૨માં ભારતની ક્રિકેટ ટીમ સીકે નાયડુની કેપ્ટનશીપ હેઠળ ૫ ટેસ્ટ મેચ રમવા ગઇ હતી. ભારતીય ટીમની કપ્તાની માટે રાજા મહારાજા ખેલાડીઓની દાવેદારી વચ્ચે સી.કે નાયડુને સુકાન સોંપવામાં આવ્યું હતું. જયારે ઉપ કપ્તાન તરીકે લિંબડીના કેએસજી હતા. ભદ્વ વર્ગમાંથી આવતા  સી.કે નાયડુના દાદાને એક સમયે ભારતની બ્રિટીશ સરકારે રાય બહાદૂરની ઉપાધી આપી હતી. આ ટૂરમાં સી કે નાયડુએ ૫ શતક સાથે ૧૬૨૫ રન પૂરા કર્યા હતા. ભારત પ્રથમ ટેસ્ટ મેચ ૧૮૯ રને હારી ગયું હતું પરંતુ નવ લોહિયા ખેલાડીઓની ટીમ એક દિવસ ઇગ્લેન્ડને ભારે પડશે એવી પ્રતિતિ જરુર કરાવી હતી. 

૧૯૪૧માં નાયડુએ બાથગેટ લિવર ટોનિકની જાહેરાત કરી હતી. કોઇ બ્રાંડની જાહેરાત કરનારા તેઓ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. આના પરથી તેમની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. ભારતીય ક્રિકેટમાં અનેક ખેલાડીઓએ પ્રદાન આપીને ગુમનામીની ગર્તામાં ખોવાઇ ગયા. ૪૦ પછીની ઉંમરે શારીરિક અને માનસિક રીતે ફિટનેસ જાળવવી અઘરી બનતી હોવાથી ક્રિકેટ રમી શકતા નથી. સી કે નાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધા પછી ૬૦ વર્ષ સુધી ક્રિકેટ રમ્યા હતા. સી કે નાયડુનો વિવિધ પાઠય પુસ્તકોમાં પણ પાઠ ભણાવવામાં આવતો હતો. જુની પેઢીના ક્રિકેટ શોખીનો સી કે નાયડુએ ક્રિકેટમાં આપેલા પ્રદાનને યાદ કરે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here