હું ઈચ્છુ છું કે કોહલીનુ બાળક ઓસ્ટ્રેલિયામાં જન્મે, જેથી અમે તેને ઓસ્ટ્રેલિયન ગણાવી શકીએઃ એલન બોર્ડર

હું ઈચ્છુ છું કે કોહલીનુ બાળક ઓસ્ટ્રેલિયામાં જન્મે, જેથી અમે તેને ઓસ્ટ્રેલિયન ગણાવી શકીએઃ એલન બોર્ડર

નવી દિલ્હી, તા. 21. નવેમ્બર, 2020 શનિવાર

ભારતની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ અને ક્રિકેટ જગતમાં પણ સૌથી વધારે પ્રચલિત આઈપીએલ સામે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.

બીસીસીઆઈની આ ટુર્નામેન્ટ પૈસા છાપવાનુ મશિન સિવાય બીજુ કંઈ નથી તેવુ એલન બોર્ડરનુ કહેવુ છે.બોર્ડરે કહ્યુ હતુ કે, આઈપીએલ અને તેના જેવી લીગ ટુર્નામેન્ટની જગ્યાએ વર્લ્ડ ટી 20 ક્રિકેટને મહત્વ મળવુ જોઈએ અને દુનિયાના તમામ ક્રિકેટ બોર્ડે આઈપીએલમાં પોતાના ખેલાડીઓને મોકલવા માટે મંજૂરી આપવી જોઈએ નહીં.

બોર્ડરે કહ્યુ હતુ કે, જે પણ થઈ રહ્યુ છે તેનાથી હું ખુશ નથી.આઈપીએલ એક લોકલ લીગ છે અને તેની સરખામણીએ વર્લ્ડ ટી 20ને વધારે મહત્વ આપવાની જરુર છે.આ બંને એક સાથે ચાલી શકે નહી.દરેક બોર્ડે પણ પોતાના ખેલાડી આઈપીએલમાં ના રમે તેનુ ધ્યાન રાખવુ જોઈએ.

બોર્ડરે આગામી દિવસોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરુ થવા જઈ રહેલી સિરિઝને લઈને કહ્યુ હતુ કે, કોહલી જેવા જેવા ખેલાડીઓની આક્રમકતા તેમજ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમોની રમતના કારણે ટેસ્ટ ક્રિકેટ હજી જીવતુ છે અને તેને આઈપીએલ જેવી લીગના કારણે ખતરો પેદા થયો નથી.

બોર્ડરે મજાકીયા સૂરમાં કહ્યુ હતુ કે, અમે ઈચ્છીએ છે કે, કોહલીનુ આવનારુ બાળક ઓસ્ટ્રેલિયામાં જન્મે, જેથી અમે તેને ઓસ્ટ્રેલિયન ગણાવી શકીએ.ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝમાં કોહલીની કમી ભારતને અસર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here