હિંમતનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોને એલસીબીએ પકડયા

હિંમતનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોને એલસીબીએ પકડયા

અમદાવાદ, તા. 17 ઓક્ટોબર,
2020, શનિવાર

દુબઈમાં ચાલી રહેલી આઈપીએલની
મેચ પર સાબરકાંઠામાં કેટલાક શખ્સો મોબાઈલના માધ્યમથી હારજીતનો જુગાર રમાડે છે
ત્યારે એલસીબીએ શુક્રવારે રાત્રે હિંમતનગરના ગીરધરનગર વિસ્તારમાં આવેલ એક
ભોજનાલયની ખુલ્લી જગ્યામાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોને રૂ.૧૪
,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બંને જણાને
બીડીવીઝન પોલીસને હવાલે કરાયા હતા.

તાજેતરમાં ચાલી રહેલ
આઈપીએલની ક્રિકેટ મેચોમાં રસ દાખવી કેટલાક શખ્સો મોબાઈલના માધ્યમથી હારજીતનો જુગાર
રમાડી રહ્યા છે. જે અંગે મળેલી બાતમીને આધારે એલસીબીએ ગીરધરનગર વિસ્તારમાં આવેલ
દુર્ગેશ્વરી ભોજનાલયની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પુલ નીચે કેતુલ વ્યાસ તથા
નિતિનકુમાર રાઠોડ નામના બે શખ્સો આઈપીએલનો મોબાઈલથી હારજીતનો જુગાર રમાડતા હતા
જેથી પોલીસે ગ્રાહકના સ્વાંગમાં જઈ તપાસ કરી હતી. અને બાતમીને આધારે આ બંને
શખ્સોને ક્રિકેટનો સટ્ટો રમતા રંગે હાથ ઝડપી લઈ રૂ.૧૦ હજારની કિંમતનો મોબાઈલ તથા રૂ.૪
,૫૦૦ રોકડ મળી કુલ રૂ.૧૪,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ બંને જણાની જુગારધારાની કલમ ૧૨ મુજબ અટકાયત કરી
ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here