હિંમતનગરની ફેક્ટરીમાંથી મોબાઈલ ચોરનાર શખ્સ વેચવા આવતા પકડાયો

હિંમતનગરની ફેક્ટરીમાંથી મોબાઈલ ચોરનાર શખ્સ વેચવા આવતા પકડાયો

અમદાવાદ, તા.17 ઓક્ટોબર, 2020,
શનિવાર

હિંમતનગરના સહકારી જીન
વિસ્તારમાં આવેલી એક આઈસ્ક્રીમ ફેક્ટરીમાંથી થોડા દિવસ અગાઉ ત્રણ મોબાઈલની ચોરી
થયાની ફરીયાદ એડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ એલસીબીએ  બાતમીને આધારે શુક્રવારે મોતીપુરા ત્રણ રસ્તા
નજીકથી અમદાવાદના એક શખ્સને ઝડપી લઈ તેની પાસેથી રૃા.૨૨
,૯૦૦ ની કિંમતના મોબાઈલ કબ્જે લઈ વધુ તપાસ
માટે એડીવીઝન પોલીસને હવાલે કર્યો છે.

 ત્રણેક માસ અગાઉ અમદાવાદના મેમનગર મેટ્રો
સ્ટેશનનું કામ ચાલતુ હતું ત્યાથી એક મોબાઈલ તથા હિંમતનગરની આઈસ્ક્રીમ ફેકટરીમાંથી
મળી અંદાજે રૂ.૨૨ હજારથી વધુની કિંમતના ત્રણ મોબાઈલ ચોરાયા હતા. જેથી મોબાઈલની
ચોરી કરનાર શખ્સ આ મોબાઈલ વેચવા માટે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવ્યો હોવાની
બાતમી મળતા પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધો હતો.

ત્યારબાદ તેની પાસેની
પ્લાસ્ટીકની થેલી માંથી રૂ.૨૨ હજારથી વધુની કિંમતના ચાર મોબાઈલ કબ્જે લઈ પુછપરછ
કરતા પકડાયેલા શખ્સે પોતાનુ નામ ચિરાગભાઈ મધુભાઈ વાંસફોડીયા  રહે.પેથાપુર
, ગાંધીનગર હોવાનું જણાવ્યુ હતું. પકડાયેલા શખ્સે પુછપરછ
દરમિયાન મોબાઈલની ચોરી કરી હોવાનું કબુલ્યુ હતું. અને દોઢેક માસ અગાઉ સહકારી જીન
વિસ્તારમાં આવેલ આઈસ્ક્રીમ ફેક્ટરીના કેમ્પસમાંથી મોબાઈલની ચોરી કરી હોવાનું
જણાવતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ માટે હિંમતનગર એડીવીઝન પોલીસને હવાલે
કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here