હિંદ મહાસાગરમાં મોટા સ્તર પર અંડર વોટર ડ્રોન્સ તૈનાત કરી રહ્યું છે ચીન: રિપોર્ટ

નવી દિલ્હી, તા. 31 ડિલેમ્બર 2020, ગુરુવાર

રક્ષા મામલાઓના એક વિશ્લેષક HI સટને પોતાની એક રિપોર્ટમાં કહ્યું કે, ચીને હિંદ મહાસાગરમાં ગ્લાઈડર્સ નામથી ઓળખાતા અંડરવોટર ડ્રોન્સના એક મોટા બેડાને તૈનાત કર્યું છે. જે મહીનાઓ સુધી કામ કરી શકે છે અને નેવીના ગૃપ્ત ઉદ્દેશ્ય હેઠળ નજર રાખી શકે છે.

ફોર્બ્સ મેગેઝિન માટે લખવામાં આવેલા પોતાના રિપોર્ટમાં તેમણે કહ્યું કે, ચીન આ ગ્લાઈડર્સને મોટા સ્તરે તૈનાત કરી રહ્યું છે. આ ગ્લાઈડર્સ અનક્રાઇડ અંડરવોટર વ્હીકલ(UUV)નો જ એક પ્રકાર છે જેને 2019 ડિસેમ્બરના મધ્યમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ફેબ્રુઆરીમાં પરત લઈ લેવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે 3400થી વધારે ઓબ્ઝર્વેશન કર્યાં હતા.

સરકારી સુત્રોનો હવાલો આપીને રિપોર્ટમાં જણાવાયું કે આ ગ્લાઈડર્સ તેવા જ છે જેવા US નૈવીએ તૈનાત કર્યાં હતા અને ચીને 2016માં તેમાંથી એકને રસ્તા પરથી પસાર થતાં જહાજો માટે સુરક્ષિત નેવિગેશન સુનિશ્ચિત કરવાનો હવાલો આપીને જપ્ત કરી લીધાં હતા. તેમણે રિપોર્ટમાં લખ્યું કે, જો આ વાત પર વિશ્વાસ કરવામાં આવે તો એ ખુબ હેરાન કરતી બાબત છે કે ચીન હવે હિંદ મહાસાગરમાં મોટા પાયે આવા UUV તૈનાત કરી રહ્યું છે. ચીને આર્કટિકમાં પણ સી વિંગ તૈનાત કર્યાં છે.

તેમણે જણાવ્યું કે, ગત વર્ષે ડિસેમ્બરમાં આવેલા રિપોર્ટ્સ પ્રમાણે આ કહેવામાં આવી રહ્યું હતું કે ચીન આવી 14 ગ્લાઈડર્સ હિંદ મહાસાગરમાં મુકશે પરંતુ તેમાંથી માત્ર 12 જ ઉપયોગમાં લેવાયા. તેમાં પ્રોપેલિંગ માટે કોઈ ફ્યૂલ સિસ્ટમ નથી. આ મોટી વિંગ્સની મદદથી સમુદ્રમાં નીચે ગ્લાઈડ કરે છે. તે ખુબ ઝડપી અને સ્ફૂર્તિલા નથી હોતા પરંતુ કે લાંબા મિશન પર કામ કરી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હિંદ મહાસાગરમાં આ ચીની ગ્લાઈડર્સ કથિતરીતે સમુદ્ર વિજ્ઞાન સાથે જોડાયેલી જાણકારી એકઠી કરી રહ્યું છે. જે પોતાનામાં કોઈ નુંકસાનદાયક વાત નથી. જોકે તેના ડેટાનો ઉપયોગ નેવીના ગૃપ્ત ઉદ્દેશ્યો માટે પણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here