હવે વ્યાજખોરોની ખેર નહી : પઠાણી ઉઘરાણી કરનારાને જેલ હવાલે કરાશે

હવે વ્યાજખોરોની ખેર નહી : પઠાણી ઉઘરાણી કરનારાને જેલ હવાલે કરાશે

અમદાવાદ,શનિવાર

આજની માંેઘવારીમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરતા લોકો વ્યાજે નાણાં લેવા મજબૂર બન્યા છેે,  જરુરીયાતમંદ લોકોને ઉંચા વ્યાજે નાણાંનું ધિરાણ કર્યા બાદ અનેક ઘણુ ંવ્યાજ વસૂલવા માટે ધાક ધમકી આપીને તેના બદલે મિલકતો પડાવી લેવાના કિસ્સા વધી રહ્યા છે. આ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરવાના બનાવોના પગલે સરકાર સક્રિય બની છે. ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ વ્યાજખોરીના દૂષણને ડામવા કડક હાથે કાર્યવાહી કરવા આદેશો આપ્યા છે. જેમાં ખાસ કરીને ગેરકાયદસર રીતેે આડેધડ વ્યાજ વસૂલનારા સામે તાત્કાલી ફરિયાદ નોધીને તુરંત ધરપકડ કરીને જેલના હવાલે કરવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ના આવે તે માટે સરકારે કેટલાક નવા કાયદાઓ બનાવ્યા છે. આ માટે તાજેતરમાં જ  સરકાર દ્વારા કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ  અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. જેથી હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સાંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલના હવાલે કરી શકાશે.

વ્યાજખોરો દ્વારા  વ્યાજના પૈસા માટે લોકોને  કનડગત સામે કાર્યવાહી કરવા રાજય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આદેશ કરવામાંઆવ્યો  છે. જરુરીયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે  ઉંચા વ્યાજે  રૃપિયાનું ધિરાણ કરીને પાછળથી  નાણાનું અનેક ઘણું વ્યાજ વસૂલવા માટે ધાક -ધમકી આપીને બળજબરી પૂર્વક ઘણી વખત દેણદારની મિકલતો પણ લખાવી લેવામાં આવે છે. પરિણામે મજબૂરી વશ ભોગ બનનાર દ્વારા સામુહિક આત્મહત્યા કરવામાં આવતી હોય છે. આ બદીને ડામવા માટે પોલીસ વડાએ તમામ જિલ્લા-શહેર પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલાં લેવા માટે આદશો આપ્યા છે.

બળજબરી પૂર્વક નાણાં વસૂલ કરનારા સામે ગુનો દાખલ કર્યા બાદ ઝડપી પુરાવા એકઠા કરીને ધરપકડનો પણ આદેશ આપવામાં આવ્યો છે, જેથી આરોપીઓ દ્વારા આગોતરા જામીન લેવાની અથવા અદાલત તરફથી તપાસ ઉપર સ્ટે અથવા રાહત મેળવવાની શક્યતા નકારી શકાય.

વ્યાજખોરોનું લિસ્ટ બનાવીને તેમના ઉપર વોચ રખાશે 

વ્યાજખોરોએ પચાવેલી મિલકતો મૂળ માલિકની પાછી અપાવવાની  જોગવાઇ

આરોપીઓ દ્વારા વસાવવામાં આવેલી સંપત્તિ પણ ટાંચમાં લેવાશે

અમદાવાદ, શનિવાર

 વ્યાજખોરો દ્વારા નાણાંની અવેજમાં દેણદારોને ધાક-ધમકી આપીને  મિલકતો પણ પડાવી લેવામાં આવતી હોય છે, આવી ઘટનાઓમાં ંમનીલોન્ડર્સ  એક્ટ હેઠળ રજિસ્ટ્રાર દ્વારા આવી મિકલતો વ્યાજખોરો પાસેથી જપ્ત કરીને મૂલ માલિકને પરત આપવાની જોગવાઇ છે. આ જોેગવાઇ સંદર્ભે રજિસ્ટ્રાર મારફતે કાર્યવાહી કરાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

ઉપરાંત આવા આરોેપીઓને પાસા અને પ્રિવેન્સન મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. જેથી આવા આરોપીઓ દ્વારા વસાવવામાં આવેલી સંપત્તિ પણ ટાંચમાં લઇ શકાશે, આવા ઓરોપીઓનું લિસ્ટ બનાવીને તેમના ઉપર વોચ રાખવા  માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here