હવે ચીને તેના ખાસ મિત્ર દેશ નેપાળની જમીન પર પણ કબજો જમાવ્યો

હવે ચીને તેના ખાસ મિત્ર દેશ નેપાળની જમીન પર પણ કબજો જમાવ્યો

નવી દિલ્હી, 17 ઓક્ટોબર 2020 શનિવાર

ચીન પર આરોપ લાગી રહ્યા છે કે તેણે નેપાળની જમીન કબજે કરી લીધી છે, અને હુમલા જિલ્લાની   જમીન પર ગેરકાયદેસર રીતે એક ગામમાં નિર્માણ કર્યું છે, તેને લઇને નેપાળમાં ચીનનો વિરોધ થઇ રહ્યો છે. હવે ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સએ દાવો કર્યો છે કે નવનિર્મિત ગામ ચીનની સરહદમાં છે.

ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો છે  કે જે સ્થળે ગામનું નિર્માણ કર્યું છે, તે વિસ્તાર તિબ્બતનો જ એક ભાગ છે, અને ચીને નેપાળની જમીન પર કોઇ અતિક્રમણ કર્યું નથી.

નેપાળની વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે દાવો કર્યો છે  કે ચીને ખાવાનો સામાન લઇ જઇ રહેલા ટ્રકોને પણ જવાની મંજુરી આપી નહોતી. નેપાળી કોંગ્રેસનાં નેતા જીવન બહાદુરે કહ્યું કે હુમલાનાં લોકોને તેમના વિસ્તારમાં ચીનનાં લોકોની હાજરીથી ચિંતા થાય છે.

ચીનનાં સરકારી અખબારે આ વિવાદમાં ભારતને ઘુસાડ્યું છે, ગ્લોબલ ટાઇમ્સે પોતાના એક લેખમાં આરોપ લગાવ્યો છે કે ભારતીય મિડિયા નેપાળનાં લોકોની ભાવનાઓને ઉશ્કેરવા માટે આં ઘટનાને વધારી રજુ કરી રહ્યું છે, લેખમાં રહેવામાં આવ્યું છે કે ભારતીય મિડિયા આ મુદ્દાને ભારત-ચીન સરહદી વિવાદ સાથે જોડી રહ્યું છે.

જીવન બહાદુર શાહીએ આ બાબતની પુષ્ટી કરી કે ચીન દ્વારા નેપાળી અધિકારીઓ સાથે વાતચીત કર્યા વગર જ સરહદ પર પિલર પણ લગાવી દીધા છે.

તેમણે કહ્યું કે જ્યારે પણ નેપાળ ચીન સરહદ પર કોઇ નવા પિલર ગલાવવામાં આવે છે ત્યારે બંને દેશનાં અધિકારીઓનો સમન્વય હોય છે, પરંતું ચીને એકતરફી કાર્યવાહી કરીને આ સિધ્ધાંતનું ઉલ્લંઘન કર્યું છે.

ગ્લોબલ ટાઇમ્સે તે પણ કહ્યું કે નેપાળનાં સર્વેક્ષણકર્મીઓ બિન અનુભવી છે, આ જ કારણે સરહદનાં નિર્ધારણમાં તે ભુલો કરી રહ્યા છે, લેખ અનુસાર પિલર સંખ્યા 11 અને 12 એકબીજાથી ખુબ જ દુર છે, અને ઘણી ઉંચાઇ પર આવેલા છે.

એવામાં સરહદ નિર્ધારણમાં ભુલો થવી સામાન્ય બાબત છે, ચીનનું કહેવું છે કે નેપાળી સર્વેક્ષણ ટીમે ટેકનીકલ ભુલો પણ કરી છે, અત્રે ઉલ્લેખનિય છે કે ચીન પર આરોપ છે કે તેણે નેપાળની સરહદે નેપાળની બે કિમીની અંદર નિર્માણ કર્યું છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here