સોના-ચાંદીમાં વધ્યા ભાવથી ઘટાડો: સોનામાં બોલાતા પ્રીમિયમોમાં પીછેહટ

સોના-ચાંદીમાં વધ્યા ભાવથી ઘટાડો: સોનામાં બોલાતા પ્રીમિયમોમાં પીછેહટ

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા), મુંબઈ, તા. 17 ઓક્ટોબર 2020, શનિવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સ ાાવાર બંધ રહી હતી, પરંતુ બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો નોંધાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારના સમાચાર પણ ઉછાળે ફંડોની વેચવાલી બતાવતા હતા. મુંબઈ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૦,૭૦૧થી ઘટી રૂ.૫૦,૫૫૦ બોલાતા હતા, જ્યારે  ૯૯.૯૦ના ભાવ રૂ.૫૦,૯૦૫થી ઘટી રૂ.૫૦,૭૦૦ બોલાતા હતા, જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઊંચા રહ્યા હતા. 

દરમિયાન, મુંભઈ ચાંદીના ભાવ આજે  કિલોદીઠ જીએસટી વગર .૯૯૯ના રૂ.૬૧,૫૫૮વાળા ઘટી રૂ.૬૧,૨૦૦ બોલાતા હતા, સામે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઊંચા રહ્યા હતા.

દરમિયાન, ભારતમાં સોનાના પ્રીમિયમો આ સપ્તાહમાં ઔંશદીઠ ૨ ડોલરથી ઘટી ૧ ડોલર બોલાઈ રહ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું, સામે ચીનમાં સોનાના ડિસ્કાઉન્ટ ઘટી ઔંશદીઠ ૩૦થી ૩૫ ડોલર થતાં આવા ડિસ્કાઉન્ટમાં ત્રણ મહિનાની નવી નીચી સપાટી નોંધાઈ હતી.

ભારતમાં હાજર ભાવ સામે ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચી રહેતાં તાજેતરમાં આયાત ઘટી છે તથા તહેવારો ટાંકણે હાજર માલની અછત વર્તાઈ રહી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, હોંગકોંગ તથા સિંગાપુર ખાતે નજીવા પ્રીમિયમ સાથે બોલાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા. 

દરમિયાન, અમદાવાદ ખાતે આજે સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૫૨,૩૦૦, જ્યારે ૯૯.૯૦ના રૂ.૫૨,૫૦૦ તથા ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૬૧,૫૦૦ બોલાતા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ૧ ઔંશ સોનાના ભાવ ૧૯૧૩ ડોલરથી ઘટી ૧૮૯૯ ડોલર સપ્તાહના અંતે રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ૧ ઔંશના ૨૪.૫૦ ડોલરથી ઘટી ૨૪.૧૫ ડોલર રહ્યા હતા, જ્યારે પ્લેટિનમના ભાવ ૮૬૭ ડોલરથી ઘટી ૮૬૫ ડોલર તથા પેલેડિયમના ભાવ ૨૩૪૫ ડોલરથી ઘટી ૨૩૩૫ ડોલર રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે વિશ્વબજાર પાછળ ડોલરના ભાવ રૂ.૭૩.૩૪વાળા વધી રૂ.૭૩.૪૫ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવમાં સપ્તાહના અંતે ધીમો ઘટાડો જોવા મળ્યો હતો અને ૧ બેરલના ભાવ ન્યૂયોર્કના ૪૦.૮૮ ડોલર તથા બ્રેન્ટના ૪૨.૯૩ ડોલર રહ્યાના સમાચાર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here