સુરત: 195 વર્ષમાં પહેલીવાર સ્વામિનારાયણ ભગવાનની પાઘ કોરોનાના કારણે દર્શન માટે મુકાઈ નહિ

સુરત: 195 વર્ષમાં પહેલીવાર સ્વામિનારાયણ ભગવાનની પાઘ કોરોનાના કારણે દર્શન માટે મુકાઈ નહિ

સુરત, તા. 17 નવેમ્બર 2020 મંગળવાર

સુરતમાં ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવતી હોય છે પરંતુ વર્ષોથી ચાલતી આ પરંપરા આ વર્ષે કોરોના કાળના કારણે પૂર્ણ કરવામાં આવી નથી. દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન સ્વામિનારાયણની પાઘડી ભાવિ ભક્તોના દર્શન માટે મુકવામાં આવી નથી.

સવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં. જે આજે 195 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે અને જીવની જેમ જતન કરે છે. 

ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે પરંતુ આ વર્ષે કોરોના કાળના કારણે એક તરફ લોકો સીમિત રહી પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે દર વર્ષે ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવી નથી. જેથી ભક્તોમાં નિરાશાનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે.

આ પાઘડી આજથી 195 વર્ષ જૂની છે. જેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. જી હાં આ પાઘડી કોઈ સામાન્ય નહિ પણ સદીઓ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે. 195 વર્ષ પૂર્વે સ્વામીનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશર ને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવામાં આવી છે. 

પાઘની પાછળની ધાર્મિક વાયકા એમ છે કે સંવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં અને સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘડી આપી હતી.

જોકે સ્વામિનારાયણ ભગવાને 195 વર્ષ પૂર્વે અરદેશર કોટવાળને પાઘ આપી હતી. જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી અને ત્યાંરથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ જતન કરી રહ્યા છે. મૂળ આ પરિવાર પરિવાર પારસી કોમ્યુનીટીનું છે છતાં તેઓ વર્ષોથી પોતાના ધર્મ સાથે સ્વામિનારાયણ ધર્મને અપનાવ્યો છે. ત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. 

જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ભક્તો મોટી સંખ્યામાં પાઘ જોવા એકત્ર ન થાય એ માટે આ માટે પાઘનું દર્શન લોકોને કરાવવામાં આવ્યા નથી. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.

જોકે પારસી કેરશાસ્પજીએ જણાવ્યું હતું કે, આ વખતે કોરોના કાળને ધ્યાનમાં રાખી પાક દર્શન ન કરવાનો નિર્ણય લીધો હતો. ઘણા લોકો આ પાઘડીને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે અને તેના બદલામાં આર્થિક વળતર પણ ચૂકવાની વાત કરે છે પરંતુ આ અમારા પરીવારને ભગવાન દ્વારા અમુલ્ય ભેટ આપવામાં આવી છે અને ભેટનું આર્થિક મૂલ્યાંકન ન આંકી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here