સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોનાના 37 દર્દીઓ ગંભીર

સુરત, તા. 17 ડિસેમ્બર 2020, ગુરૂવાર

સુરત શહેરમાં કોરોના કેસ ઘટી રહ્યા છે આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો થઈ રહ્યો છે નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજરોજ કોરોના પોઝિટિવ 59 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 27 દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 4 વેન્ટિલેટર, 8 બાઈપેપ અને 15 દર્દીઓ ઓક્સિજન પર છે.

જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ કોરોના પોઝિટિવ 15 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 10 દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 1 વેન્ટિલેટર, 4 બાઈપેપ અને 8 દર્દીઓ ઓક્સિજન પર છે જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here