સુરત: જાગીરપુરામાં ખાતર લઈને જતી વખતે ટ્રેક્ટર પલટી જતા દબાઈ ગયેલા પતિ પત્નીનું મોત

સુરત: જાગીરપુરામાં ખાતર લઈને જતી વખતે ટ્રેક્ટર પલટી જતા દબાઈ ગયેલા પતિ પત્નીનું મોત

સુરત, તા.22 નવેમ્બર 2020, રવિવાર 

જાગીરપુરાના ખેતરેથી ખાતર લઈને જતી વેળાએ જાગીરપુરાના વરીયાવ રેલવે ફાટક પાસે આજે સવારે ટ્રેક્ટર પલટી થતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટર નીચે દબાઈ ગયેલા દંપતીનું મોત નીપજ્યું હતું.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ જાંગીપુરા ખાતે આસારામ આશ્રમ બસ સ્ટૉપ નજીકમાં આવેલા ખેતરમાં રહેતા 50 વર્ષીય ભાવાભાઈ ગાન્ડાભાઈ સોઢા પરમાર અને તેમની પત્ની લલીતાબેન (ઉંમર વર્ષ- 45) સાથે જાંગીપુરાના ખેતરેથી ટ્રેક્ટરમાં ખાતરની ગુણો લઈને કનાજ રોડ પર આવેલા બીજા ખેતરે જવા નીકળ્યા હતા. તે સમયે જાંગીપુરાના જોથાણ રેલવે ફાટક પાસે અને અનાજ રોડ પર ટ્રેક્ટર પલટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર નીચે પતિ પત્ની દબાઈ જતા બૂમાબૂમ કરી હતી. તે વખતે ત્યાંથી પસાર થતાં વ્યક્તિની નજર પડતાં ટ્રેક્ટર નીચે દબાયેલાઓને બહાર કાઢવાની કોશિશ કરી હતી. પણ તેઓ બહાર નહીં નીકળતા આખરે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર અને વાયર જવાનો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને બન્નેને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને વારાફરતી મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભાવાભાઈ મૂળ મહેમદાવાદના વતની હતા. જોકે બંનેના બીજા લગ્ન હોવાથી સાથે રહેતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે જાંગીપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here