સુરત ગ્રાહક કોર્ટના ચુકાદા સામે વીમાકંપનીની અપીલ અંશતઃ માન્ય

 સુરત,તા.17  ઓક્ટોબર 2020  શનિવાર

વીમા
એજન્ટની લોભામણી લાલચમાં આવીને મોટી રકમની પોલીસી ઉતરાવી લેવાના બે કિસ્સામાં વીમાદારને
શરત ન સમજાવનાર વીમા કંપનીને વ્યાજ સહિત વળતર વસુલ અપાવવા હુકમ કરતાં સુરત ગ્રાહક
તકરાર નિવારણ ફોરમના ચુકાદાથી નારાજ થઈ વીમા કંપનીએ વડી ગ્રાહક અદાલતમાં કરેલી
અપીલને અંશતઃ માન્ય રાખવામાં આવી છે.વીમા કંપનીએ વીમા દારને પુરી રકમને બદલે વ્યાજ
સહિત વીમાની 50 ટકા રકમ ચુકવવા તથા વીમાદારને પણ પોલીસીના 15 દિવસનાં ફ્રી લુક
પીરીયડમાં રદ કરાવવા સજાગ રહેવાની તાકીદ કરી છે.

ફરિયાદી
વેટ કન્સલ્ટંટ પરેશ શાહનો એગોન લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીના એજન્ટ પાંડેેએ સંપર્ક
સાધીને સીંગલ પ્રિમીયમ ભર્યા બાદ પાંચ વર્ષમાં વાર્ષિક 15થી 18 ટકા રીટર્ન મળશે
એવી લોભામણી ઓફર કરીને જીવન વીમા પોલીસી ઉતરાવવા જણાવ્યું હતુ.જેથી ફરિયાદીએ
પોતાની તથા પત્ની 2.50 લાખ
,
પુત્રની 1.25લાખની એમ ત્રણ પોલીસી સાથે અલગથી 1.20 લાખની પિતા
પુત્રની અલગથી પોલીસી ઉતરાવી હતી.પરંતુ ત્યારબાદ ઉપરોક્ત વીમો સીંગલ પ્રીમીયમને
બદલે વાર્ષિક હોવાનું તથા ઉપરોક્ત જણાવેલા લાભ મળે તેમ ન હોવાનું વીમા કંપનીએ
જણાવ્યું હતુ.

જેથી  વીમા કંપનીની અન ફેર ટ્રેડ પ્રેકટીશના મુદ્દે
ફરિયાદી શાહ દંપતિએ શ્રેયશ દેસાઈ મારફતે સુરત ગ્રાહક કોર્ટમાં ફરિયાદ નોંધાવી
વ્યાજ સહિત વળતર વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે
જણાવ્યું હતું કે વીમા કંપની તરફે વીમાદારને શરત અને કંડીશન સમજાવી ન હોઈ વીમાદારને
બંધનકર્તા ન હોઈ વ્યાજ સહિત પ્રિમીયમ તથા વળતર ચુકવવા વીમા કંપની જવાબદાર છે.જેને
તત્કાલીન પ્રમુખ ન્યાયાધીશ એસ.જે.શેઠે માન્ય રાખી વીમાદારે ચુકવેલી પ્રીમીયમની
પુરે પુરી રકમ વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત વળતર સાથે તથા ખર્ચે પેટે રૃ.3 હજાર
ચુકવવા હુકમ કર્યો હતો.જેથી વીમા કંપનીએ સુરત કોર્ટના ચુકાદાને સ્ટેટ કમિશનમાં
પડકારતી બે અપીલ કરી હતી.જેને સ્ટેટ કમિશનના જ્યુડીશ્યલ મેમ્બર એમ.જે.મહેતા તથા
જ્યોતિબેન જાનીએ અંશતઃ માન્ય રાખી વીમાદારને પ્રીમીયમની પુરેપુરી રકમને વ્યાજ સહિત
ચુકવવાના બદલે 50 ટકા રીફંડ પરત ચુકવવા હુકમ કર્યો છે.સ્ટેટ કમિશને જણાવ્યું હતું
કે વીમા કંપનીએ વીમો આપતી વખતે વીમાદારને શરતો સમજાવી હોવાનું પુરવાર કર્યું
નથી.બીજી તરફ વીમાદારે પણ વીમો લેતી વખતે કસુર કરી છે.15 દિવસના  ફ્રી લુક પીરીયડમાં પોલીસી રદ કરવાની સજાગતા
વીમાદારે દાખવવી જોઈએ તેવો નિર્દેશ આપ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here