સુરતમાં કોરોનાથી વધુ બે દર્દીના મોત સિટીમાં નવા 213, ગ્રામ્યમાં 53 કેસ

સુરત, તા. 22 નવેમ્બર, 2020,  રવિવાર

સુરત
શહેરમાં રવિવારે કોરોનામાં નવા
213 અને જીલ્લામાં ૫૩ મળી કુલ 266 દર્દી ઝપેટમાં આવ્યા હતા.
સુરત સિટીમાં બે દર્દીના સારવાર દરમિયાન મોત થયા હતા. શહેરમાંથી વધુ
177 અને ગ્રામ્યમાંથી 47 મળી 224 દર્દીને
રજા અપાઇ હતી.

આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ રવિવારે બપોર સુધીમાં વરાછાના અશ્વનિકુમાર રોડના એક
અને ભેસ્તાનના એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. સુરત સિટીમાં કોરોનામાં
નવા નોધાયેલા
213 દર્દીમાં સૌથી વધુ અઠવાના 47, રાંદરના 29 અને કતારગામના 27 
સહિતના દર્દીાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં
આજદિન સુધીમા
3039 પોઝિટીવ કેસમાં 760નાં
મોત થયા છે. જયારે જીલ્લામાં આજદિન સુધી
11037 પૈકી 281 વ્યકિતના મોત થયા છે.

સુરત શહેર-જીલ્લામાં
કુલ
4140 કેસમાં
1041ના મોત થયા છે. સુરત શહેરમાં વધુ 177 દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 2855 દર્દીને રજા આપવામાં આવી છે. જયારે ગ્રામ્યના 47ને રજા
અપાતા કુલ
20361 દર્દી સાજા થયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ
3892 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.

સિવિલ અને
સ્મીમેરમાં
55 દર્દીની હાલત ગંભીર

નવી
સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં રવિવારે
62
કોરોના પોઝિટિવ પૈકી 37ની હાલત ગંભીર છે.
જેમાં
5 વેન્ટિલેટર, 13 બાઈપેપ અને 19 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 26 કોરોના પોઝિટિવ પૈકી 18ની  હાલત ગંભીર છે. જેમાં 1
વેન્ટિલેટર
, 11 બાઈપેપ અને 6 દર્દી
ઓક્સિજન પર છે.

જીએસટીના કર્મચારી, મ્યુનિ. શાળાના શિક્ષક,
9
વિદ્યાર્થી, કંપની મેનેજર, એન્જીનીયર અને 15 વેપારીને કોરોના

સુરતમાં
રવિવારે જી.એસ.ટી ડિપાર્ટમેન્ટના કર્મચારી
, મ્યુનિ.ની શાળાના શિક્ષક, પ્રાઇવેટ શિક્ષક,૯ 
વિદ્યાર્થી
, છ 
ટેકસટાઇલ બિઝનેસમેન
કાપડ બિઝનેસમેન, ડાઇંગ બિઝનેસમેન, એમ્બ્રોઇડરીના બિઝનેસમેન,કેમિકલ બિઝનેસમેન,ટેકસટાઇલ દુકાનદાર સહિત 15 બિઝનેસમેન, પ્રિઝનરઅંબુજા સિમેન્ટમાં નોકરી કરનાર,
કીમની કંપનીના મેનેજર, હૈદ્રાબાદમાં ઇલેકટ્રીક
એન્જીનિયર
, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, વકીલ,
નવી સિવિલના કાઉન્સેલર  તથા હીરાના
વ્યવસાય સાથે સંકળાયેલા
2 અને કપડાના કામ સાથે  સંકળાયેલા 15 વ્યકિત કોરોનાની
ઝપેટમાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here