સુરતમાં કોરોનાથી બેના મોત સાથે સિટી અને ગ્રામ્યમાં 239 કેસ, 253ને રજા

સુરત,તા.23.ઓકટોબર.2020. શુક્રવાર

સુરત
શહેરમાં કોરોનામાં નવા
169 અને જીલ્લામાં 70 મળી કુલ 239
દર્દી ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં બે દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. શહેરમાંથી
વધુ
179 અને ગ્રામ્યમાંથી 74 મળી 253 દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ આજે ધોડદોડ રોડના એક અને હરીપુરાના એક દર્દીનું
સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. 
સુરત સિટીમાં કોરોનામાં નોધાયેલા નવા
169 દર્દીઓમાં સૌથી વધુ અઠવાના 33,કતારગામના 30,રાંદેરના 24
સહિતના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

સુરત શહેરમાં આજ દિન
સુધીમા
25480 પોઝિટીવ કેસમાં 718નાં
મોત થયા છે. જયારે જીલ્લામાં આજ દિન સુધી
9614 પૈકી 274 વ્યકિતનાં મોત થયા છે. સુરત શહેર-જીલ્લામાં કુલ 35094 કેસમાં 992 ના મોત થયા છે.

સુરત શહેરમાં વધુ 179દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 25519દર્દીઓને રજા આપવામાં આવી છે. જયારે ગ્રામ્યના 74ને
રજા અપાતા કુલ
8679 દર્દી સાજા થયા છે. આમ સિટી અને જિલ્લા
મળી કુલ
32198 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here