સુરતના વરાછામાં રીક્ષા ચાલકનો TRB જવાન પર હુમલો

સુરતના વરાછામાં રીક્ષા ચાલકનો TRB જવાન પર હુમલો

સુરત,  તા.18 ઓકટોબર 2020, રવિવાર

વરાછા મીની બજાર ત્રણ રસ્તા ટ્રાફિક પોઇન્ટ પર રીક્ષા ઝેબ્રા ક્રોસીંગની આગળ ઉભી રાખનાર ચાલકને ઠપકો આપતા ટીઆરબી જવાનને તમાચો મારી સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરતા મામલો વરાછા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ટીઆરબી જવાને રીક્ષા મુકીને ભાગી જનાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાલકની શોધખોળ હાથ ધરી છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસના રીજીયન 1નો ટીઆરબી જવાન સૌરભ નરેશ તમર (ઉ.વ. 25 રહે. 43, હનુમાન નગર, સગડીયા ચોક્ડીની પાછળ, રાંદેર) ગત સાંજે વરાછા મીની બજાર ત્રણ રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યો હતો. તે દરમ્યાન ટ્રાફિક પોઇન્ટ પર રીક્ષા નંબર જીજે-5 એવાય-8162ના ચાલકે ઝેબ્રા ક્રોસિંગની આગળ રીક્ષા ઉભી રાખી હતી. જેથી ટીઆરબી જવાન સૌરભે રીક્ષા ઝેબ્રા ક્રોસિંગની પાછળ લેવા માટે કહેતા વેંત ચાલક ઉશકેરાય ગયો હતો. ચાલક રીક્ષામાંથી ઉતરી ટીઆરબી જવાન સૌરભની નજીક ઘસી ગયો હતો અને ગાલ પર એક તમાચો ઝીંકી દીધો હતો. જેથી પોઇન્ટ પર ફરજ બજાવતા અન્ય ટીઆરબી જવાન આશિષ રવિન્દ્ર પેંદાકર, અમુલ પાંડુરંગ સૌપુરી દોડી આવતા ચાલક રીક્ષા ત્યાં જ મુકીને ભાગી ગયો હતો. 

જેથી ટીઆરબી જવાનોએ રીક્ષા વરાછા પોલીસ સ્ટેશનને હવાલે કરવાની સાથે ચાલક વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી માર મારવા બદલ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રીક્ષાના રજીસ્ટ્રેશન નંબરના આધારે ચાલકની શોધખોલ હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here