સિડની ટેસ્ટ ડ્રો થયા બાદ હોટલના રુમમાં આવી રડી પડ્યો હતો અશ્વિન, પત્નીએ કર્યો ભાવુક ખુલાસો

નવી દિલ્હી, તા.14 જાન્યુઆરી 2020, ગુરૂવાર

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ જે સ્થિતિમાં ડ્રો કરી હતી તે જોઈને ભારતના ક્રિકેટ ચાહકો ખુશ થઈ ગયા હતા.

મેચને ડ્રો કરવા માટે આર અશ્વિન અને હનુમા વિહારીએ ઈજાગ્રસ્ત હોવા છતા બે સેશન સુધી બેટિંગ કરી હતી.હવે અશ્વિનની પત્ની પૃથીએ એક અખબારને આપેલી મુલાકાતમાં ખુલાસો કર્યો છે કે, સિડની ટેસ્ટ દરમિયાન અશ્વિન કમરના દુખાવાથી ભારે પરેશાન હતો.આમ છતા તે પાંચમી ટેસ્ટમાં બેટિંગ માટે ઉતર્યો હતો અને ટેસ્ટ ડ્રો થયા બાદ હોટલના રુમમાં આવીને રડી પડ્યો હતો.

અશ્વિને મને કહ્યુ હતુ કે, મને લાગે છે કે, મારે ફિઝિયોના રુમમાં જવુ પડશે.અશ્વિનથી તે સમયે કમરથી નીચે ઝુકી શકાતુ પણ નહોતુ.મારી પુત્રીએ તો તેને બેટિંગમાં જવાનીના પાડી હતી.છતા અશ્વિન બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો હતો.બેટિંગ કરવા જતા પહેલા અશ્વિન ડ્રેસિંગ રુમમાં ઉભો જ રહ્યો હતો.કારણકે તેને ખબર હતી કે, જો તે બેઠો તો ફરી ઉભો નહીં થઈ શકે.

મને વિચાર આવ્યો હતો કે, અશ્વિન બેટિંગ કેવી રીતે કરશે પણ એ પછી મેં જ્યારે અશ્વિનનો ચહેરો ટીવી સ્ક્રીન પર જોયો ત્યારે મને ખાતરી થઈ ગઈ હતી કે, હવે તે બેટિંગ કરવા માટે સક્ષમ છે.મને લાગતુ હતુ કે, હું ઈતિહાસ સર્જાતો જોઈ રહી છું.જેમ જેમ ઓવરો ખતમ થઈ રહી હતી તેમ તેમ મારો તનાવ પણ વધી રહ્યો હતો.મને હેરાની હતી કે, ઓસ્ટ્રેલિયાએ હજી પણ મેચ ડ્રો થવાનુ સ્વીકાર્યુ કેમ નથી અને છેવટે મેં બાકી રહેલા બોલની ગણતરી શરુ કરી દીધી હતુ.હોટલના રુમમાં આવ્યા બાદ અશ્વિનના ચહેરા પર હાસ્ય હતુ અને આંખોમાં આંસુ.જોકે રુમમાં બે મિનિટ બાદ તે ફિઝિયોના રુમમાં સારવાર માટે જતો રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here