સિડની ટેસ્ટમાં સ્લેજિંગ બદલ ઓસી કેપ્ટન ટીમ પેને અશ્વિનની માફી માંગી

સિડની, તા. 12 જાન્યુઆરી 2021, મંગળવાર

સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ રસાકસીભરી સ્થિતિમાં ડ્રો થઈ હતી.ઈજાગ્રસ્ત હોવા છતા હિંમત બતાવીને બેટિંગ કરનાર અશ્વિન અને હનુમા વિહારી રાતોરાત હીરો બની ગયા છે.

બીજી તરફ અશ્વિનનુ સ્લેજિંગ કરનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેઈને હવે આ મુદ્દે માફી માંગી છે.પેને પોતાના વ્યવહાર પર ખેદ વ્યક્ત કરીને કહ્યુ છે કે, મારી કેપ્ટનશિપ સારી નહોતી રહી.રમતના દબાવને મેં મારા પર હાવી થવા દીધો હતો.જેનાથી મારુ પ્રદર્શન પણ ખરાબ રહ્યુ હતુ.એક લીડ તરીકે મારો દેખાવ સારો નથી રહ્યો તેવુ મેં મારા સાથી ખેલાડીઓને પણ કહ્યુ છે.હું ગઈકાલની ભૂલો બદલ માફી માંગુ છું.મેં મેચ બાદ અશ્વિન સાથે વાત કરી હતી અને અમે બંને આ ઘટના પર થોડા હસ્યા હતા.

પેને કહ્યુ હતુ કે, અશ્વિનને મેં કહ્યુ હતુ કે છેલ્લે તો હું બેવકૂફ હોઉં તેવુ લાગ્યુ હતુ.કારણકે હું કોમેન્ટ કરતો હતો અને એ પછી મેં જ કેચ છોડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જે રીતે અશ્વિન અને વિહારીએ મેચ બચાવી હતી તે જોઈને ઓસી ખેલાડીઓ હતાશ થઈ ગયા હતા.આ દરમિયાન પેને અશ્વિનને કહ્યુ હતુ કે, મને તારી સામે બ્રિસબેનમાં રમવાની ઉતાવળ છે.સતત સ્લેજિંગથી કંટાળેલા અશ્વિને વળતો જવાબ આપીને પેનને કહ્યુ હતુ કે, મને તારો ભારત આવવાનો ઈંતેઝાર હશે. ભારતની સિરિઝ તારી અંતિમ સિરિઝ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here