સિક્સલેન હાઇ-વેને નડતા 16 મોટાં, 6 નાનાં દબાણોને કડૂસલો

રાજકોટ, તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર

આજે રાજકોટની ભાગોળે ઓપરેશન ડિમોલીશન આદરીને વહિવટી તંત્રએ સિક્સલેન હાઇ-વેને નડતરરૂપ પેશકદમી સહિત નાનાં – મોટાં ૨૨ દબાણો પર અર્થમૂવર ફેરવાવી દીધું હતું. આ દરમિયાન કેબિનોથી માંડીને ટી-સ્ટોલ, હોટલ – રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસ અને બાયોડિઝલના ગેરકાયદે માચડા તોડી પાડવામાં આવ્યા હતા. 

માલિયાસણ, તરઘડી અને કુવાડવા આસપાસના દબાણોની યાદી સાથે મહેસુલ તંત્રએ પોલીસ, પીજીવીસીએલની ટીમને પણ ભંગી લઇ જઇને ડિમોલીશન કરાવડાવ્યું હતું. સત્તાવાર જાહેર કરાયેલી વિગતો મુજબ ટપુ નવઘણ ખોડો મેહુલ મશરૂ કાટેડાને ભાડે આપેલું. કોમર્શિયલ બાંધકામ (ઠાકર  હોટલ એન્ડ ટી સ્ટોલ), દિનેશ હરિકિશનભાઇને ભાડે અપાયેલ. પંજાબ હરિયાણા ટેમ્પો સર્વિસ, કિશન આહિરની ચામુંડા હોટલ, સુલેમાન જુણેજો અનિલ રાઠોડ ભાડૂઆત રાખ્યા હતા એ ચાંદની હોટલ અને બાયોડીઝલ, હરિકૃપા પેટ્રોલિયમ – યદુનંદના બાયોડીઝલ, ગોહાટી ગુજરાત રોડવેઝ, ત્રિ-મંદિર આગળ ખેતલા આપા ટી સ્ટોલ, પ્રતાપ ખવડ અને રણજીત સીરવાણીયાની સૂર્યદીપ હોટલ તથા તેની પાછળ બેલાનું બાંધકામ, હિતેશ ગમારાનો ગાત્રાળ ટી સ્ટોલ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ, ઉબર લામકાનો ટી સ્ટોલ, પાનનાં ગલ્લા વગેરે તોડી પાડવામાં આવ્યા હતા.

રાજકોટ સિટી – ૨ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, દબાણકર્તાઓના નિવેદન લેવાનું ચાલી રહ્યું છે, રૂા. ૩૦ કરોડની કિંમતની ૮ હજાર ચોરસમીટર દબાણકૃત સરકારી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. નોંધનીય છે કે, નવો એન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદા આવ્યા બાદ ફફડી ઉઠેલા દબાણકારોએ માધાપર, પરાપીપળિયામાં સરકારી જમીનમાંથી ઉચાળા ભરવા માંડયા છે. કાઠોરિયામાં પેશકદમી કરનારાઓએ રૂા. ૫ લાખ દંડ ભરપાઇ કરીને હવે દુકાનો જાતો તોડવા માંડી હોવાનુ ંતાલુકા મામલતદાર કે.એમ. કથિરિયો જણાવ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here