સાસરિયાઓના ત્રાસના કારણે લગ્નના ૪ માસમાં જ મહિલા ડેન્ટિસ્ટ પિયરમાં પરત આવી

સાસરિયાઓના ત્રાસના કારણે  લગ્નના ૪ માસમાં જ મહિલા ડેન્ટિસ્ટ પિયરમાં પરત આવી

વડોદરા,તા,17,ઓક્ટોબર,2020,શનિવાર

લગ્નના ચાર મહિનામાં જ ડેન્ટિસ્ટ યુવતીને પતિ, સાસુ તથા દિયર દ્વારા ત્રાસ આપવામાં આવતા તે પિયરમાં પરત આવી ગઇ હતી. જે અંગે પરિણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વાસણા રોડ પર રહેતી નેહા સંજયભાઇ સોની બી.ડી. એસ. ડેન્ટિસ્ટ છે.  નેહાએ પોલીસને જણાવ્યું છે કે, મારા માતા – પિતા સી.એ. છે તેમની ઓફિસે એકાઉન્ટના કામ માટે વિવેક મધુસુદનભાઇ સોનાર (રહે. સૌજન્ય સોસાયટી ભવન્સ સ્કૂલની સામે મકરપુરા રોડ) આવતા હતા જેથી તેમની સાથે મારા પિતાને સારો પરિચય હતો અને તેમના પુત્ર વેદાંત સાથે મારા લગ્ન તા.૧૫-૬-૨૦૨૦ ના રોજ થયા હતા. લગ્ન પછી અમે સંયુક્ત પરિવારમાં રહેતા હતાં. લગ્નના પાંચ દિવસ સુધી મારી સાથે સારૃ વર્તન રાખ્યું હતું. ત્યાર બાદ મારા પતિ, સાસુ અને દિયર દ્વારા મને માનસિક ત્રાસ આપવાનું શરૃ કરવામાં આવ્યું હતું. તું દહેજમાં કોઇ કિંમતી વસ્તુ લાવી નથી તેવુ કહીને વારંવાર મારૃ અપમાન કરતા હતાં. મેં મારા રૃપિયાથી વેપરાઇઝ મસીન લીધુ હોવા છતાંય મારી સાથે ઝઘડો કર્યો હતો. હું અને મારા પતિ ગત ૮મી તારીખે રાત્રે ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે મારી સાથે રસ્તામાં ઝઘડો કરી જાહેરમાં લાફો મારી દીધો હતો અને મને ત્યાં એકલી છોડીને મારા પતિ જતા રહ્યા હતા અને ત્યારથી હું મારા માતા-પિતાના ઘરે છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here