સગીર પત્ની પર દુષ્કર્મની FIR હાઇકોર્ટે રદ કરી : માતા-પિતાને 30 હજારનો દંડ

અમદાવાદ,
શુક્રવાર

એક યુવાન પર તેની સગીર પત્નીએ કરેલી દુષ્કર્મની પોલીસ
ફરિયાદ ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે. પતિ અને પત્ની બન્નેના પરિવાર વચ્ચે સમાધાન
થતાં બન્ને પક્ષોએ આ ફરિયાદ રદ કરવા કોર્ટ સમક્ષ માગણી કરી હતી. જસ્ટિસ એ.એસ.
સુપેહિયાએ આ ફરિયાદ રદ કરી છે પરંતુ યુવક અને સગીરા બન્નેના મા-બાપની આકરી ટીકા
કરી તેમને રૃપિયા ૩૦ હજારનો દંડ કર્યો છે. તેમણે અવલોકન નોંધ્યું છે કે પોક્સો અને
અન્ય કાયદાઓનો દુરૃપયોગ કરી બાળકોનું બાળપણ વેરવિખેર કરનારા માતા-પિતાની જવાબદારી
નિશ્ચિત કરવી જરૃરી છે.

આ કેસની વિગત એવી છે કે જામનગર જિલ્લાના સિક્કા પોલીસ
સ્ટેશનમાં એક સગીરા તરફથી ૧૯-૮-૨૦૨૦ના રોજ તેના પતિ સામે દુષ્કર્મ
, પોક્સો તેમજ અન્ય
ગુનાઓ હેઠળની ફરિયાદ નોંધાવાવમાં આવી હતી. સગીરા પક્ષે ફરિયાદ કરવામાં આવી હતી કે
તેનો જન્મ વર્ષ ૨૦૦૪માં થયો છે. તે ૨૦૧૫માં ૧૧ વર્ષની હતી ત્યારે તેના ૧૭ વર્ષીય
પતિ સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા અને ૨૦૧૬માં એટલે કે ૧૨ વર્ષની વયે તે
સાસરે ગઇ હતી. સાસરે ગયા બાદ તેની મરજી વિરૃદ્ધ તેના પતિએ તેની સાથે શારીરિક
સંબંધો રાખ્યા હતા અને શ્વસુર પક્ષના અન્ય લોકો પણ તેમને પતિ-પત્નીના બંધનમાં
રહેવા દબાણ કરતા હતા. આ કેસની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન આરોપી પતિએ એફ.આઇ.આર.
રદ કરવા હાઇકોર્ટમાં પિટિશન કરી હતી અને ૭-૧-૨૦૨૦ના રોજ ફરિયાદી પક્ષે પણ
સોગંદનામા દ્વારા રજૂઆત કરી હતી કે બન્ને પક્ષો વચ્ચે સુખધ સમધાન થયું છે અને હવે
તેઓ આ ફરિયાદ અંગે આગળ વધવા માગતા નથી. તેથી આ ફરિયાદ રદ થવી જોઇએ.

બન્ને પક્ષોની રજૂઆત સાંભળી હાઇકોર્ટે નોંધ્યું છે કે
સગીરાના પક્ષે ફરિયાદ થયા બાદ ક્રિમીનલ મશીનરીએ તેની કામગીરી આરંભી દીધી હતી
, હવે તેઓ આ ફરિયાદ
અંગે આગળ વધવા માગતા નથી. બન્ને પરિવારો વચ્ચે થયેલા આ સમાધાનની વિરૃદ્ધ કોર્ટ કોઇ
કાર્યવાહી કરવા માગતી નથી પરંતુ બન્ને તરફના માતા-પિતાનું આઁધળુંકિયું અને
બેજવાબદારીભર્યું આચરણ અવગણી શકાય તેમ નથી. તેથી બન્નેના માતા-પિતાને કુલ ૩૦
હજારનો દંડ કરવામાં આવે છે અને આ રકમ ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ કમિટીને
ટ્રાન્સફર કરવાની રહેશે. આ ટીકા સાથે કોર્ટે એફ.આઇ.આર. રદ કરી છે.

સ્ટેપલાઇન – પૂર્વગ્રહો અને અહંકાર પોષવા પોક્સોના કાયદા અને
સગીરોને હથિયાર બનાવી કોર્ટનો સમય બરબાદ કરનારાઓ સામે પગલાં લેવાનો સમય આવી ગયો છે

 

 

બોક્સ ( બે કોલમ)

શિષ્ટાચારી ઘર જેવી કોઇ શાળા નથી, સદાચારી
માતા-પિતા સમાન કોઇ શિક્ષક નથી

આ ચુકાદાની શરૃઆતમાં કોર્ટે મહાત્મા ગાઁધીનું એક અવતરણ
ટાંક્યું છે કે શિષ્ટાચારી ઘર જેવી કોઇ શાળા નથી અને સદાચારી માતા-પિતા સમાન કોઇ
શિક્ષક નથી
, પરંતુ આ
કેસની હકીકતો મહાત્મા ગાંધીના આ વિચારોને તોડી પાડે તેવી છે. આરોપીને પણ કૂમળી
વયમાં આવી રીતે દુષ્કર્મના આરોપ અને તેના પરિણામો ભોગવવાનો વારો આવ્યો છે.
માતા-પિતા આવી રીતે પોતાના પૂર્વગ્રહો અને અહંકાર પોષવા પોક્સોના કાયદા અને
સગીરોને હથિયાર બનાવી કોર્ટનો સમય બરબાદ 
કરે તે ચલાવી શકાય તેમ નથી. આવી રીતે કોર્ટનો સમય બરબાદ કરનારાઓ સામે પગલાં
લેવાનો સમય આવી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here