સંવત ૨૦૭૭, મુહૂર્તો ઓછા પરંતુ લગ્નના આયોજનો વધારે ગોઠવાશે!

ભુજ, શનિવાર

દિવાળીના તહેવાર પુરા થયા હવે તુલસી વિવાહ પછી લગ્નસરાની સિઝન શરૃ થશે. પરંતુ આ વર્ષે લગ્ન માટેના મુહૂર્ત ખુબ ઓછા છે. જેાથી ઓછા મુહૂર્તમાં વધુ લગ્ન સમારંભો યોજાશે. ચાલુ માસમાં ૨૭ અને ૩૦ નવેમ્બર બે જ દિવસ, જ્યારે વર્ષના અંતિમમાસ ડિસેમ્બરમાં લગ્નવાંચ્છુઓ માટે માત્ર ત્રણ જ દિવસ છે. જે તા.૭, ૮ અને ૯ ડિસેમ્બર છે. આમ ઓછા મુહૂર્તના કારણે લગ્નઉત્સુક સંતાનોના માતા-પિતાને લગ્ન માટેની સવલતો સાચવવામાં હાલાકી પડી રહી હોવાનું બહાર આવ્યું છે. 

ચાલુ વર્ષે કોરોના સંક્રમણ અટકાવવા તકેદારી રૃપે માર્ચ થી કરાયેલા લોકડાઉનના કારણે મોટાભાગના લગ્નો મોકુફ રહ્યા જે હવે લગ્નની સિઝનમાં શુભ મુર્હુત જોઈ યોજાશે. જોકે ૧૫ ડિસેમ્બરાથી ૧૪ જાન્યુઆરી સુાધી એક માસ કમુરતા હોઈ એક મહિનો લગ્નની સીઝનને ફરી બ્રેક લાગશે. ત્યારબાદ ફેબુ્રઆરીથી ફરી લગ્નસરાની મોસમ ખીલશે. જ્યોતિષવિદો પાસેાથી મળતી માહિતી મુજબ આગામી ઉનાળામાં લગ્ન માટેના ૩૨ જેટલા મુર્હુત છે. વિક્રમ સવંત ૨૦૭૭માં તારીખ ૨૭ થી ૨૮ માર્ચ સુાધી હોળાષ્ટકના કારણે લગ્ન સહિતના શુભ કાર્યા કરવા વજર્ય છે અને તા. ૧૪ માર્ચાથી એકમાસ સુાધી એટલે ૧૪ એપ્રિલ સુાધી મિનારક કમુરતાને કારણે લગ્ન તાથા સારા પ્રસંગો નાથી થતા. જાન્યુઆરી ૨૦૨૧માં લગ્નના એકપણ મુર્હુત નાથી. જ્યારે ફેબુ્રઆરીમાં માત્ર બે જ મુર્હુત છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯ જાન્યુઆરીથી ૧૧ ફેબુ્રઆરી ૨૦૨૧ સુાધી ગુરૃનો અસ્ત છે અને ૨૧ ફેબુ્રઆરી થી ૧૫ એપ્રિલ સુાધી શુક્રનો અસ્ત છે. આાથી કમુરતા પછી ફેબુ્રઆરીમાં લગ્ન માટે તા. ૧૫ અને ૧૬ બે જ મુર્હુત છે. આમ જાન્યુઆરીમાં ગુરૃનો અસ્ત હોતા લગ્ન માટે એકપણ મુર્હુત નાથી. જ્યારે ફેબુ્રઆરીમાં પણ ગુરૃ અને શુક્રનો વારાફરતી અસ્ત હોવાથી બીજા મહિનામાં માત્રે બે જ મુર્હુત છે. ત્યાર પછી એપ્રિલાથી જુલાઈ ચાર માસ દરમિયાન ૩૨ જેટલા મુર્હુત છે. જેમાં એપ્રીલમાં ૨૪, ૨૫, ૨૬, ૨૮ અને ૨૯ તાથા ૩૦ તારીખ છે. જ્યારે મે માસમાં ૧, ૪, ૮, ૨૦, ૨૧, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૦ અને ૩૧ના લગ્ન માટેના શુભમુર્હુત છે. ત્યારબાદ જુનમાં તારીખ ૩, ૪, ૬, ૧૫, ૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૪, ૨૬ અને ૨૮ છે અને છેલ્લે જુલાઈમાં પણ ચાર મુર્હુત છે જેમાં ૧, ૨, ૩, અને ૧૩ તારીખ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here