શ્રીલંકા દ્વારા ગોલ્ડ પરની આયાત ડયૂટી નાબુદ કરાતા ભારતમાં દાણચોરી વધશે

0
14
શ્રીલંકા દ્વારા ગોલ્ડ પરની આયાત ડયૂટી નાબુદ કરાતા ભારતમાં દાણચોરી વધશે

મુંબઈ, તા. 21 સપ્ટેમ્બર 2020, સોમવાર

કોરોના તથા તેને પગલે લાગુ કરાયેલા લોકડાઉનને  કારણે વિવિધ ઉદ્યોગો ઉપરાંત દેશમાં સોનાના દાણચોરોને પણ ફટકો પડયો છે. વર્તમાન વર્ષમાં ગોલ્ડની દાણચોરી પ્રતિ માસ  અંદાજિત સરેરાશ બે ટન્સ જેટલી રહ્યાનો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. શ્રીલંકામાં ગોલ્ડ પરની આયાત ડયૂટી નાબુદ કરાતા આ માર્ગેથી ગોલ્ડની દાણચોરી વધવાની શકયતા વધી ગઈ છે. 

કોરોના તથા તેને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને પરિણામે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ પડી જતા સોનાની દાણચોરી લગભગ અટકી પડી હતી. આંતરરાષ્ટ્રીય વિમાની ઉતારૂઓ માટે હાલમાં સખત ધોરણોને કારણે સોનાની જે કંઈપણ દાણચોરી થાય છે તે ભારતના સરહદી માર્ગો મારફત થાય છે.

ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં દેણમાં ગોલ્ડની દાણચોરીનો આંક ૧૨૦ ટન્સ જેટલો રહ્યો હોવાનો પણ સુત્રોએ અંદાજ મૂકયો હતો. કોરોનાને કારણે આર્થિક અનિશ્ચિતતાને પગલે ગોલ્ડના વૈશ્વિક ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જો કે દેશમાં અવરજવરના માર્ગો પર સખત દેખરેખને કારણે દાણચોરો ઊંચા ભાવનો ખાસ લાભ લઈ શકતા નથી. 

ઊંચા ભાવ ઉપરાંત ભારતમાં ગોલ્ડ પર ૧૨.૫૦ ટકા જેટલી ઈમ્પોર્ટ ડયૂટી વસૂલવામાં આવે છે એટલું જ નહીં તેના વેચાણ પર ૩ ટકા જીએસટી પણ લાગુ થાય છે. આ ઉપરાંત સ્થાનિક વેરા અલગ. આને કારણે સોનાની દાણચોરીને પ્રોત્સાહન મળે છે. 

શ્રીલંકામાં તાજેતરમાં ગોલ્ડ પરની આયાત ડયૂટી નાબુદ કરવામાં આવી છે તેને જાતો  માર્ગેથી દાણચોરી વધવાની સંભાવના નકારાતી નથી. શ્રીલંકામાં ગોલ્ડ પર ૧૫ ટકા આયાત ડયૂટી વસૂલવામાં આવતી હતી. 

વિશ્વમાં ભારત ગોલ્ડનો બીજો મોટો વપરાશકાર દેશ છે. તેની ગોલ્ડની વાર્ષિક માગ ૮૦૦ ટન્સ આસપાસ રહે છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી અત્યારસુધીમાં ગોલ્ડના ભાવમાં ૩૦ ટકા જેટલો વધારો થયો છે. દેશમાં તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સ્ટોકિસ્ટો ગોલ્ડનો સ્ટોકસ વધારવાની તૈયારીમાં છે. આગામી દિવસોમાં ગોલ્ડની માગ વધવા સાથે દાણચોરીમાં પણ વધારો થવાની શકયતા નકારાતી નથી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here