અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં એવા પહેલા રાષ્ટ્રપતિ બન્યા છે જેમની સામે બે વખત ઈમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.
અમેરિકાની સંસદ એટલે કેપિટલ હિલ પર ટ્રમ્પ સમર્થકોએ કરેલા હુમલા અને આચરેલી હિંસા બાદ હવે ટ્રમ્પ સામે અમેરિકાની સંસદના નીચલા ગૃહમાં આ પ્રસ્તાવ મુકાયો છે અને તેમાં ટ્રમ્પ સામે વિદ્રોહને ભડકાવવાનો આરોપ મુકાયો છે.
હવે ટ્રમ્પનુ ભવિષ્ય સંસદના ઉપલા ગૃહ એટલે કે અમેરિકન સેનેટના હાથમાં છે.અહીંયા ટ્રમ્પને દોષી સાબિત કરવા માટે બે તૃતિયાંશ બહુમતીની જરુર વિરોધીઓને પડશે.જોકે બીજી તરફ ટ્રમ્પનો કાર્યકાળ ખતમ થવામાં હવે છ દિવસ જ રહ્યા છે.જોકે એ પહેલા આ પ્રસ્તાવ પર નિર્ણય લેવાશે કે કેમ તે શંકાસ્પદ છે.બીજી તરફ ટ્રમ્પે 2024ની ચૂંટણી લડવાના સંકેતો આપ્યા છે ત્યારે સેનેટ એ આધાર પર પણ વોટિંગ કરી શકે છે કે, ટ્રમ્પ ભવિષ્યમાં ચૂંટણી ના લડી શકે.
સેનેટનુ સત્ર 20 જાન્યુઆરીએ મળવાનુ છે અને આ દિવસે જ જો બાઈડેન અમેરિકાના નવા પ્રમુખ તરીકે શપથ લેશે.એ પહેલા ટ્રમ્પ સામે ઉપરના ગૃહમાં મહાભિયોગની કાર્યવાહી શરુ થવાની નથી.