વિશ્વનાં 208 દેશોનો પ્રવાસ માત્ર 87 કલાકમાં પુરો કરી આ મહિલાએ નવો કિર્તિમાન રચ્યો

વિશ્વનાં 208 દેશોનો પ્રવાસ માત્ર 87 કલાકમાં પુરો કરી આ મહિલાએ નવો કિર્તિમાન રચ્યો

નવી દિલ્હી, 21 નવેમ્બર 2020 શનિવાર

સતત પ્રવાસ કરનારા લોકોને જો તે પર્યટન ન કરે તો ચેન પડતું નથી,તે લોકો દુનિયા જોવા માંગે છે, શું તમે વિચારી પણ શકો કે કોઇ વ્યક્તિ માત્ર 3 દિવસમાં જ 208 દેશોનો પ્રવાસ કરી શકે, એક મહિલાએ આ કરી બતાવ્યું છે, તેણે 3 દિવસમાં 7 ખંડનાં 208 દેશોનો પ્રવાસ કરીને પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. 

આ મહિલાનું નામ ડો. ખાવલા અલ રોમાથી છે, તે સંયુક્ત આરબ અમિરાતની વતની છે, તેણે માત્ર 3 દિવસમાં જ આ સાહસપુર્ણ યાત્રા પુરી કરીને સૌને ચોંકાવી દીધા છે, આ સમગ્ર પ્રવાસ પુરો કરતા તેમને 3 દિવસ, 14 કલાક, 46 મિનિટ અને 48 સેકન્ડ જેટલો સમય લાગ્યો છે.  

ડો. રોમાથીએ 10 ફેબ્રુઆરી 2020નાં દિવસે પોતાની યાત્રા યુએઇથી શરૂ કરી હતી, 13 ફેબ્રુઆરી 2020 નાં દિવસે તેમણે ઓસ્ટ્રેલિયાનાં સિડની શહેરમાં તેમની યાત્રાને વિરામ આપી નવો કિર્તિમાન પોતાના નામે કર્યો હતો, ત્યાર બાદ  તેમણે પોતાનું નામ ગિનીઝ બુક રેકોર્ડ માટે મોકલ્યું હતું,  જ્યારે તેમનું નામ રેકોર્ડમાં નોંધાયું પછી તેમણે પોતાનો ફોટો શેઅર કર્યો.

તેમનું કહેવું છે કે તેમના માટે આ પ્રવાસ ઘણો મુશ્કેલ રહ્યો હતો, ઘણા સ્થળે એવું થયું કે તે ઘરે પાછા વળી જાય, પરંતું પરિનારજનો અને મિત્રોનાં વિશ્વાસે તેમને હિંમત આપી અને તેમણે પોતાની યાત્રા પુરી કરી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here