વિનાશકામાંથી છોડવામાં આવી બ્રહ્મોસ, ભારતે માત્ર બે મહિનામાં 11 મિસાઇલોનું કર્યું પરીક્ષણ

વિનાશકામાંથી છોડવામાં આવી બ્રહ્મોસ, ભારતે માત્ર બે મહિનામાં 11 મિસાઇલોનું કર્યું પરીક્ષણ

નવી દિલ્હી, 18 ઓક્ટોબર 2020 રવિવાર

ભારતે રવિવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનાં નેવલ વર્ઝનનું પરીક્ષણ કર્યું છે. બ્રહ્મોસને અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળના સ્વદેશી નિર્મિત વિનાશકામાંથી છોડવામાં આવી હતી અને તેઁણે નિશ્ચિત ચોકસાઈથી લક્ષ્યભેદન કર્યું. બ્રહ્મોસના સફળ પરીક્ષણ સાથે, ભારતે ફક્ત બે મહિનામાં જ 11 મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.

આ મિસાઇલ પરીક્ષણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીન સાથે ભારતના તંગદીલી ચરમસીમા પર છે. આ તણાવને પગલે જૂન મહિનામાં લદ્દાખની ગલવાન ખીણમાં બંને દેશોનાં સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જોકે ચીનને પણ ભારે નુકસાન થયું હતું. પણ, તેણે હજી સુધી જણાવ્યું નથી કે તેના કેટલા સૈનિકો માર્યા ગયા હતાં.

ગત કેટલાક સપ્તાહમાં ભારતે સપાટીથી સપાટી ઉપર પ્રહાર કરી શકાય તેવી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસ અને એન્ટી રેડિયેશન મિસાઇલ રૂદ્રમ -1 સહિત અનેક મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. ભારતે પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ હાઇપરસોનિક મિસાઇલ શૌર્યનું પણ પરીક્ષણ કર્યું છે. રુદ્રમ -1 નાં સફળ પરીક્ષણને એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે કારણ કે તે ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત  એન્ટી રેડિએશન શસ્ત્ર છે. ભારતે LAC પર મોટી સંખ્યામાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલો તૈનાત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here