વિજ્ઞાનીઓએ કોરોના વાયરસની પ્રતિકૃતિને રોકવાની પદ્ધતિ શોધી કાઢી

વિજ્ઞાનીઓએ કોરોના વાયરસની પ્રતિકૃતિને રોકવાની પદ્ધતિ શોધી કાઢી


(પીટીઆઈ) હ્યુસ્ટન, તા. ૧૭
ટેક્સાસ હેલ્થ સાયન્સ સેન્ટરના વિજ્ઞાાનિકોએ કોરોનાને પોષણ આપતા અણુનું મૂળ શોધી કાઢ્યું છે. રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરતા કોરોના વાયરસને મળતું પ્રોટિન અટકાવી દેવામાં સંશોધકોને નોંધપાત્ર સફળતા મળી છે. આ પદ્ધતિના કારણે રસી શોધવામાં વધારે સરળતા રહેશે.
અમેરિકન વિજ્ઞાાનિકોએ કોરોના વાયરસની પ્રતિકૃતિને રોકવાની પદ્ધતિ શોધી કાઢી હોવાનો દાવો થયો હતો. કોરોના વાયરસની એક નકલમાંથી બીજી નકલો થાય અને તેના કારણે શરીરની આખી ઈમ્યૂન સિસ્ટમ પક્કડમાં આવી જાય છે. વિજ્ઞાાનિકોએ એ નકલ કરતા અણુને શોધી કાઢ્યો છે. જો ત્યાં જ એને અટકાવી દેવામાં આવે તો વાયરસની પ્રતિકૃતિ બનતી અટકી જશે.
વિજ્ઞાાનિકોના મતે આ ખૂબ જ મહત્વની સફળતા છે. કોરોના વાયરસના પ્રોટિન પીએલપ્રોને વધતા અટકાવી દેવામાં આવે તો તેની શક્તિ મર્યાદિત થઈ જશે. કોરોના વાયરસનો જે અણુ આ કામ કરે છે તેને સંશોધકોએ ઓળખી લીધો છે અને તેને નિયંત્રણમાં લેવાની પદ્ધતિ પણ શોધી કાઢી છે.
વાયરસની પ્રતિકૃતિ બનતી પ્રક્રિયાને બ્લોક કરવામાં ધારી સફળતા મળશે તો રસી શોધવાનું કામ આસાન બનશે એવું ટેક્સાસ હેલ્થ સાયન્સ સેન્ટરના વિજ્ઞાાનિકોએ કહ્યું હતું.
સાયન્સ નામની સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દાવો કરાયો હતો કે કોરોના વાયરસનું પીએલપ્રો પ્રોટીન સંક્રમણને ખૂબ જ ઝડપથી ફેલાવે છે. કોરોનાનું સીઝર નામનું ઉત્તેજક બેવડું રૃપ ધારણ કરીને કોરોનાને વધારે ભયાનક અને ખતરનાક બનાવે છે. એ ખતકનાક પીએલપ્રો પ્રોટીનના સ્ત્રાવ માટે પ્રોત્સાહિત કરે છે.
જો એને જ અટકાવી દેવામાં આવે તો સ્ત્રાવ અટકી જશે. તેના કારણે કોરોના વાયરસના જે સ્વરૃપો બની જાય છે તે પણ અટકી જશે. સરવાળે ઈમ્યૂન સિસ્ટમ પર હુમલો ઘટશે અને શરીરને રક્ષણ મળશે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વાયરસને મુકાબલે શક્તિશાળી સાબિત થઈને શરીરનું રક્ષણ કરશે. વિજ્ઞાાનિકોએ અહેવાલમાં દાવો કર્યો હતો કે આ સંશોધનથી રસીના શોધકોને ખૂબ જ સરળતા રહેશે. આ શોધ અસરકારક રસી શોધવામાં મદદરૃપ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here