વડોદરા: પાદરામાં વૃધ્ધાનો સોનાનો અછોડો આચકી રિક્ષાચાલક સહિત ત્રણ ફરાર

વડોદરા: પાદરામાં વૃધ્ધાનો સોનાનો અછોડો આચકી રિક્ષાચાલક સહિત ત્રણ ફરાર

વડોદરા, તા.18 ઓકટોબર 2020, રવિવાર

પાદરામાં એક વૃદ્ધાનો બે તોલા વજનનો સોનાનો અછોડો આચકી રીક્ષા ચાલક સહિત ત્રણ જણાં ફરાર થઈ ગયા છે. પાદરામાં પરનામી અગરબત્તી સામે આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા દેવીલાબેન અરવિંદભાઈ પટેલ સવારે ઘરકામ કરીને પાદરા મેઇન બજારમાં જતા હતા. 

ત્યારે પાછળથી એક રિક્ષાવાળાએ આવીને દેવીલાબેનને જણાવેલ માજી બેસી જાઓ તમારે જ્યાં જવું હશે ત્યાં છોડી દઈશ રિક્ષા ચાલકની વાતમાં આવી જઈ દેવીલાબેન રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં તે સમયે તેઓની સાથે એક પુરુષ અને એક મહિલા પણ હતી. રીક્ષા અવળા માર્ગે જતા દેવીલાબેને રીક્ષા ઉભી રાખવા કહ્યું ત્યારે રિક્ષા ચાલકે રિક્ષા ઊભી રાખવાના બદલે ભગાવી હતી. જેથી દેવીલાબેન ગુસ્સે થતા આખરે મીનાક્ષી ડેરી નજીક રિક્ષા ઉભી રાખી હતી. 

આ વખતે રિક્ષામાં બેસેલા પુરુષે દેવીલા બેનના ગળામાંથી 90,000 કિંમતનો સોનાનો અછોડો આંચકી લીધો હતો. બાદમાં રિક્ષા લઈને તેઓ ફરાર થઈ જતા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here