વડોદરા : તરસાલી શાકમાર્કેટમાં શાકભાજીના બે લારીવાળા વચ્ચે ઝઘડો થતા છુટાહાથની મારામારી

વડોદરા : તરસાલી શાકમાર્કેટમાં શાકભાજીના બે લારીવાળા વચ્ચે ઝઘડો થતા છુટાહાથની મારામારી

વડોદરા, તા. 18 ઓક્ટોબર 2020 રવિવાર

શનિવારે રાત્રે તરસાલી શાકમાર્કેટમાં લારી ઊભી રાખવાના મુદ્દે બે લારીવાળા વચ્ચે ઝઘડો થતાં મારામારી થઇ હતી. શાકમાર્કેટમાં શહેરમાં મારામારીના પગલે ગ્રાહકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. મકરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

તરસાલી સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા ગંગાસાગર સાધુ શાકમાર્કેટમાં લારી ઊભી રાખી વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરાત્રે તેઓ લારી પર હતા ત્યારે હરેશ અને તેનો પુત્ર અમિત ત્યાં આવ્યા હતા અને અહીં લારી ઉભી રાખવાની નથી તેમ કહી પિતા-પુત્રએ ફરિયાદી સાથે ઝઘડો કરી ધમકી આપી હતી કે તને અને તારા ત્રણેય ભાઈઓને પતાવી દઈશ ફરીથી લારી ઉભી રાખતા નહીં અને પિતા-પુત્ર એ ત્રણેય ભાઈઓને માર માર્યો હતો.

જાહેરમાં જ મારામારીના પગલે શાકભાજી ખરીદવામાં આવેલા લોકોમાં પણ ગભરાટ ફેલાઇ ગયો હતો. દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતા મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત ફેરિયાની ફરિયાદના આધારે પોલીસે પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here