વડોદરા: એક જ રાતમાં 60 વ્યક્તિઓ વિરુદ્ધ કર્ફ્યુ ભંગનો ગુનો દાખલ

વડોદરા: એક જ રાતમાં 60 વ્યક્તિઓ વિરુદ્ધ કર્ફ્યુ ભંગનો ગુનો દાખલ

વડોદરા, તા. 22 નવેમ્બર 2020 રવિવાર

કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકાવવા માટે તથા દિવાળીની ખરીદી માટે જે રીતે બજારમાં ભીડ ઉમટી પડી હતી. તે જોતા લોકોમાંથી કોરોનાનો ભય જતો રહ્યો હોય તેમ જણાતું હતું. નાગરિકોમાં કોરોના સંક્રમણ પ્રત્યે વધુ જાગૃતતા આવે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમજ માર્ક વગેરે ગાઈડલાઈનનું તેઓ પાલન કરતા થાય તે માટે રાત્રીના 9થી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે કથાના પ્રથમ દિવસે જ કેટલાક નાગરિકો અટવાઈ ગયા હતા.

જોકે વ્યાજબી કારણ દર્શાવનાર નાગરિકોને પોલીસે જવા દીધા હતા, પરંતુ કેટલાક લોકો માત્ર ફરવા નીકળ્યા હોય તેમ જણાઈ આવતા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

શહેરના અલગ-અલગ વિસ્તારમાં કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ છેલ્લા બે દિવસ દરમિયાન કરુણાના નિયમોનો ભંગ કરનાર 1000 વ્યક્તિઓ પાસેથી દસ લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે ગતરાત્રે આવો જ એક બનાવ ગોરવા વિસ્તારમાં બન્યો હતો જેમાં છોટા હાથી ટેમ્પોમાં ફેમિલી બેસીને દર્શન કરવા નીકળ્યો હતો.

પોલીસે ટેમ્પો રોકવા માટે ઇશારો કરતાં ટેમ્પો ચાલકે ટેમ્પો રોકવાને બદલે ભગાવી દીધો હતો. પોલીસે ટેમ્પાનો પીછો કરીને તેને ઝડપી પાડી ટેમ્પા ડ્રાઇવર તેમજ ટેમ્પામાં બેઠેલ ફેમિલી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here