વડોદરા: આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે આરોપી પકડાયા

વડોદરા: આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે આરોપી પકડાયા

વડોદરા, તા. 18 ઓક્ટોબર 2020 રવિવાર

પાણીગેટ આયુર્વેદિક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બે યુવકો મોબાઈલ પર ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો હોવાની બાતમીના આધારે પાણીગેટ પોલીસે ઉપરોકત સ્થળે રેડ પાડીને બે યુવકોને ક્રિકેટનો સટ્ટો રમતા રંગેહાથે ઝડપી પાડયા હતા.

પાણીગેટ પોલીસને બાતમી મળી હતી કે પ્લેટીના સોસાયટીમાં રહેતો મહંમદશાહ ખજુરી વાળા પોતાના ઘરે ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે તથા અન્ય ગ્રાહકો પાસેથી પણ સટ્ટો લઈ રહ્યો છે જેથી પીએસઆઇ ગોવિંદા તેમના સ્ટાફે પ્લેટિનમ સોસાયટીમાં રહેતા મહંમદ સાહેબના ઘરે રેડ પાડી હતી અને બન્નેને સટ્ટો રમતા રંગેહાથે ઝડપી લીધા હતા.

પોલીસે ચાર મોબાઇલ ફોન અને એક મોપેડ સહિત 44 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રિકેટનો સટ્ટો રમતા મોહમ્મદ શાહ તથા તેના મિત્ર મહંમદ અતિક દરજી વાલા સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here