વડોદરાના ગોરવા વિસ્તારનો મુખ્ય રસ્તો છેલ્લા છ મહિનાથી બંધ કરી દેતા લોકોને હેરાન ગતિ

વડોદરા, તા. 21 ડિસેમ્બર 2020 સોમવાર

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી રસ્તા બનાવવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. એક બાજુ લોકો પાસેથી ગંદકી અને માસ્ક નહિ પહેરવા અંગે દંડ વસુલ કરવામાં આવે છે તો બીજી બાજુ લોકોની મુશ્કેલીનું ધ્યાન વહીવટીતંત્ર રાખતું નથી.

વડોદરા શહેરમાં રસ્તા બનાવવાની કામગીરીમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિભાગો વચ્ચેના સંકલનના અભાવને કારણે નવા રસ્તા થઇ ગયા બાદ પાણી ડ્રેનેજ કે ગેસ લાઇનના સમારકામના બહાને નવા બનેલા રસ્તા પર ખોદકામ કરી દેવામાં આવે છે. જેને કારણે કોર્પોરેશન મા દોસ્તો બનાવવા પાછળ કરોડો રૂપિયાના કૌભાંડ સર્જાય છે એટલું જ નહીં લોકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તાર માંથી ઔદ્યોગિક વિસ્તાર તરફ જવાનો મુખ્ય રસ્તો છે જ્યાં પ્રારંભમાં ડ્રેનેજની સમસ્યા ઉકેલવા માટે સતત ત્રણથી ચાર વખત કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ નવો રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો.

નવો રસ્તો બનાવ્યા બાદ ફરી એકવાર વડોદરા કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરીને કારણે ખોદકામ કરવામાં આવતા બાપુની દરગાહ થી લઇ શાક માર્કેટ સુધી નો મુખ્ય રસ્તો બંધ કરી દેતા અવાર-નવાર ટ્રાફીક જામ થતો રહે છે.

આ અંગે વોર્ડ નંબર 8 આર એસ ટી ના કાર્યકર અને ગોરવા વેપારી મંડળના પ્રમુખ દ્વારા ભોજપુરી સંઘના સત્તાવાળાઓને રજૂઆત કરી છે કે છ મહિનાથી રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે એક બાજુ શાક માર્કેટમાંથી સફાઈ અને માસ્ક ના બહાને લોકો પાસેથી લાખો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે તો બીજી બાજુ લોકોને પડતી મુશ્કેલી અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ રસ્તો વહેલી તકે થાય તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here