લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત

જામનગર, તા. 22 નવેમ્બર 2020, રવિવાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં રહેતી એક યુવતી એ આજે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. લાલપુર પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવે છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં રહેતી સુનિતાબેન કાનજીભાઈ પરમાર નામની અઢાર વર્ષની અપરિણીત યુવતી એ આજે સાંજે પોતાના ઘેર પંખામાં ઓઢણી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.

આ બનાવ અંગે સૌ પ્રથમ ૧૦૮ની ટીમ ને જાણ કરવામાં આવી હતી, જે ટુકડી બનાવના સ્થળે પહોંચે તે પહેલાં જ સુનિતા બેન નું મૃત્યુ નિપજ્યુ હતું.જેથી મૃતદેહને નીચે ઉતારી લાલપુર પોલીસને જાણ કરી હતી.

લાલપુરની પોલીસ ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળી લાલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવતીનું સગપણ થઈ ગયું હતું પરંતુ લોક ડાઉન ના કારણે લગ્ન બાકી હોવાથી તે પ્રશ્ન તેણીને  મનમાં લાગી આવતા આ પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here