રોકાણકારો સાવધાન: શેરબજારમાં તેજીનો "પરપોટો" ગમે ત્યારે ફુટી શકે છે

રોકાણકારો સાવધાન: શેરબજારમાં તેજીનો "પરપોટો" ગમે ત્યારે ફુટી શકે છે

નવી દિલ્હી, 21 નવેમ્બર 2020 શનિવાર

શેર બજારમાં આ સમયે તેજી તેની ચરમસીમા પર પહોચી છે, હાલ સેન્સેક્સ 44 હજારને પાર કરી  ગયો છે, બીજી તરફ અર્થતંત્રને લઇને તમામ રિપોર્ટ નેગેટિવ ાવી રહી છે, આ સ્થિતિમાં શું હાલની આ સ્થિતિ તેજીનો પરપોટો તો નથી ને? આ સવાલ રોકાણકારોને સતાવી રહ્યો છે, કેટલાક માર્કેટ નિષ્ણાતોનું પણ એવું કહેવું છે કે માર્કેટમાં બુલિશ ટ્રેંન્ડ હવે ખતમ થવાનો છે, અને શેરબજારમાં કરેક્સન આવીશે.

નવેમ્બર મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકામકારોએ મોટા પ્રમાણમાં ખરીદી કરી છે, જેનાં કારણે શેરબજારમાં તેજી આવી છે, લોકડાઉન દરમિયાન FPIએ આ પ્રકારની ખરીદી કરી ન હતી, નવેમ્બર મહિનામાં શરૂઆતનાં 20 દિવસોમાં 44 હજાર કરોડથી વધુંનો નેટ ઇન્ફલો આવ્યો છે, આ  દરમિયાન સેન્સેક્સમાં 4200 પોઇન્ટ એટલે કે લગભગ 11 ટકાની તેજી આવી છે.

ટ્રમ્પની ટીમે અમેરિકાની ટ્રેઝરી તરફથી ઇમર્જન્સી લેન્ડિંગ પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવી દિધો છે, તેની અસર સમગ્ર વિશ્વમાં થશે, જો બાઇડેન અને ટ્રમ્પ વચ્ચેની ટશલ સમગ્ર વિશ્વનાં અર્થતંત્ર પર થઇ રહી છે, ટ્રમ્પ પોતાની ગાદી છોડ઼વા તૈયાર નથી, એવી સ્થીતીમાં તેની અસર શેર બજાર પર સીધી થશે. 

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસમાં ઝડપથી વૃધ્ધી થઇ રહી છે, અને ફરીથી લોકડાઉન લગાવવામાં આવી રહ્યા છે, મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ વધતા ત્યાંની સરકાર ફરીથી ટ્રેન અને પ્લેન સેવા પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે, નિષ્ણાતો પહેલેથી જ જણાવી ચુક્યા છે,કે એક મહિનામાં કોરોનાની બીજી લહેર આવશે, જે ઘણી ખતરનાક હશે, આવી સ્થિતીમાં કોરોનાનાં કેસ વધવાની સંભાવના સ્પષ્ટ જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે રિઝર્વ બેન્કનાં ગવર્નર શક્તિકાંત દાસ પણ શેર બજારની હાલની તેજી અંગે રોકાણકારોને સાવધાન કરી ચુક્યા છે, કેમ કે દેશનું અર્થતંત્ર અને શેર બજારની ચાલ બિલકુલ અલગ દિશામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here