રાજકોટમાં યોજાઈ ઈ- લોક અદાલત, 1117માંથી 972 કેસોમાં સમાધાન

0
17
રાજકોટમાં  યોજાઈ ઈ- લોક અદાલત, 1117માંથી 972 કેસોમાં સમાધાન

 રાજકોટ, તા. 26 સપ્ટેમ્બર, 2020, શનિવાર

કોરોનાનાં સાતેક મહિનાનાં સમગયાળામાં અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણીની કામગીરી બંધ છે આ પરિસ્થતિમાં કેસોનું ભારણ ઘટાડવા પહેલીવાર ઈ – લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આજે રાજકોટ શહેર અને જિલ્લા મથકમાં આજે યોજાયેલી ઈ – લોકઅદાલતમાં કુલ ૧૧૧૭ કેસો મુકવામાં આવ્યા હતા તેમાંથી ૯૭ર કેસોમાં સમાધાન કરવામાં આવ્યુ હતુ. ઈ – લોકઅદાલતને ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો રાજયભરમાં રાજકોટ કેસોનાં પતાવટની સંખ્યાની દષ્ટીએ બીજુ સ્થાન મેળવ્યુ હતુ. 

પ્રથમ વખત યોજાયેલી ઈ – લોકઅદાલતમાં મોટર અકસ્માત, વીમા કંપનીઓ સાથેના વળતર, લગ્ન વિષયક , મજૂર કાયદા , ચેર રિટર્ન, વીજળી – પાણીનાં બીલો, બેન્ક લેણાં સહિતનાં વિષયોને લગતા રાજકોટ શહેર – જિલ્લામાં મળીને કુલ ૧૧૧૭ કેસો મુકવામાં આવ્યા હતા તેમાંથી ૯૭ર કેસોમાં સમાધાન થતા વળતર પેટે આશરે રૂ. પ, ૭૦, ૪૯, ૦ર૯ ચૂકવવા હુકમો કરવામાં આવ્યા હતા. કેટલીક કંપનીઓએ આજે જ કરોડોની રકમ વળતર પેટે ચૂકવી આપી હતી. 

રાજકોટ જિલ્લા કાનૂની સેવા ઓથોરીટી દ્રારા  રાજકોટમાં યોજાયેલી ઈ – લોકઅદાલતને ૮૭ ટકા જેટલી સફળતા મળી હતી. ૯૭ર કેસોમાં સમાધાન કરવામાં આવ્યુ તેમાં સૌથી વધુ ચેક રિટર્નનાં ૭ર૩ , મની રિકવરીનાં ૧૦ , લગ્ન વિષયક ૬૬ , પાણી – વીજળીનાં બીલ સબંધી ૧૮ સહિતનાં કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. રાજયભરમાં આજે દરેક જિલ્લા – તાલુકા સ્તરે ઈ લોકઅદાલત યોજાઈ હતી તેમાં કેસોનાં નિકાલની દષ્ટિએ રાજકોટ જિલ્લાએ બીજા નંબરનુું સ્થાન હાંસલ કર્યુ હતુ. કોરોનાનાં કપરા સમયમાં પ્રથમ વખત યોજાયેલી ઈ – લોકઅદાલતને સફળ બનાવવા  ડિસ્ટ્રીકટ લીગલ ઓથોરીટીનાં સતાધિશો ,  બાર એસોસિએશનનાં હોદેદારોએ કરેલી મહેનત લેખે લાગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here