રશિયાએ 2021માં 200 મિસાઈલોના પરીક્ષણની કરી જાહેરાત, અમેરિકા સહિત દુનિયામાં વધશે ટેન્શન

– રશિયાની જાહેરાતથી ‘નાટો’ દેશોમાં દહેશત

– રશિયાનાં પગલે દુનિયામાં સંરક્ષણ ક્ષેત્રે પરીક્ષણોની હોડ વધશેઃ યુદ્ધનો ખતરો મંડરાતો રહેશે

મોસ્કો, તા. ૧૩

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે 2021માં રશિયા 200 કરતાં વધુ મિસાઈલોનું પરીક્ષણ કરશે. રશિયાની આ જાહેરાતથી દુનિયાની શાંતિ ખતરામાં મૂકાશે.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 2021માં 200 કરતાં વધુ મિસાઈલોનું પરીક્ષણ કરવા ધારે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ જાહેરાત કરી હતી. રશિયાએ આ જાહેરાત કરી તે સાથે જ નાટો દેશોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

રશિયાએ સતાન-2 મિલાઈલ તૈયાર કરી લીધી છે અને તેનું પરીક્ષણ થાય એવી શક્યતા છે. સતાન-2 ખૂબ જ શક્તિશાળી મિસાઈલ ગણાય છે.  સતાન 10 હજારથી લઈને 18 હજાર કિ.મી સુધી મારક ક્ષમતા ધરાવે છે.

2020માં પણ રશિયાએ નાની-મોટી 200 જેટલી મિસાઈલોનું પરીક્ષણ કર્યું હોવાનો અંદાજ છે. આ જાહેરાત પછી દુનિયાના સંરક્ષણ ક્ષેત્રમાં પરીક્ષણોની હોડ વધશે. અમેરિકા સહિત નાટો દેશો સાથે રશિયાનો સંઘર્ષ વધતો જાય છે ત્યારે આટલી મોટી સંખ્યામાં મિસાઈલોનું પરીક્ષણો થાય તે અમેરિકા સહિતના દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here