યુએસમાં બાઇડેનની જીતનું પ્રમાણપત્ર માંગનારને ધમકી મળીઃ રો ખન્ના

(પીટીઆઇ) વોશિંગ્ટન,તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર

 અમેરિકાના આગામી પ્રમુખ તરીકે ત્રીજી નવેમ્બરે ચૂંટાયેલા જો બાઇડેનની જીતના સર્ટિફિકેટ માગનાર અમેરિકન સાંસદોને મારી નાંખવા સહિતની ધમકીઓ મળી રહી હોવાનું ભારતીય અમેરિકન સાંસદ રો ખન્નાએ કહ્યું હતું. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં ખન્નાએ કહ્યું હતું કે ડેમોક્રેટ અને રિપબ્લીકન એમ બંને પક્ષોના સાંસદોને કેટલાક લોકો તરફથી ધમકીઓ મળી રહી હતી.

‘લોકોને એ વાતનો અહેસાસ નથી કે આ ધમકી રિપબ્લીકન કે  પ્રગતિશીલ સામે નથી, બલકે ડેમોક્રેટ સામે  છે. મેં મારા કેટલાક સાથીઓ સાથે વાત કરી હતી, કોની સાથે કરી તે મારે કહેવું નથી, પણ હકીકત છે કે તમને મારી નાંખવાની ધમકી મળે છે’એમ ખન્નાએ ટીવી ચેનલને કહ્યું હતું.

‘જેમણે સર્ટિફિેકશન માટે મત આપ્યા હતા તેમને મારી નાંખવાની ધમકીઓ મળે છે. આમ  અનેક  લોકો માટે આ તો અત્યંત બિહામણી સ્થિતિ છે જેઓ સેવા આપે છે અને પક્ષાપક્ષી થી દૂર છે’એમ કેલિફોર્નિયાના ડેમોક્રેટ નેતા ખન્નાએ કહ્યું હતું. છટ્ટી જાન્યુઆરીના સંસદના સંયુક્ત સત્રમાં  પ્રમુખ તરીકે બોઇડેન અને ઉપ પ્રમુખ તરીકે કમલાહેરિસની જીતને  ઇલેકટ્રોલ કોલેજ સર્ટિફિકેટ અપાયું હતું.

પેન્સિલવેનિયા અને એરિઝોના રાજ્યોમાં રિપબ્લીકનો દ્વ ારા ઊભા કરાયેલા વાંધને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ અને સેનેટે ફગાવી દીધા પછી ઇલેકટ્રોલ કોલેજને મંજૂરી અપાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here